વીજચોરી નાથવા વિજીલન્સ તંત્ર અંતર્ગત ૧૬ જીયુવીએનએલ પોલીસ સ્ટેશન અને ૩૬ ખાસ અદાલતોની સ્થાપના કરનાર પ્રથમ રાજય ગુજરાત
વીજ વિતરણ કંપનીઓના વિભાજન બાદ વીજ ક્ષેત્રની સુધારણા અને અમલીકરણ બાબત ગુજરાત રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહયુ છે. જીયુવીએનએલ હસ્તકની ચારયે વીજ વિતરણ કંપનીઓ રાષ્ટ્રિય સ્તરે સતત ચમકતી રહેલ છે. કેન્દ્રબ સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવતાં વાર્ષિક એકીકૃત રેન્કીંગમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા વહીવટી અને ર્આકિ સિધ્ધિ ઓ માટે એ + રેટિંગ મેળવી પ્રમ ૦૫ વીજ વિતરણ કંપનીઓમાં સન મેળવાયેલ છે.
રાજયના ઉર્જા મંત્રાલય અને જીયુવીએનએલદ્વારા સુધારણા માટે લેવાયેલ વિવિધ પગલાંઓ જેમકે, વીજ સપનોની ચકાસણી, જૂના અને ખામીયુકત મીટર્સને બદલવા, ખામીયુકત વીજ વાયરો બદલવા, વીજ વિતરણ તંત્રનું સુદ્રઢીકરણ, અને માળખાગત સુધારણા તા પ્રગતિ માટેની વિવિધ યોજનાઓ ના કારણે આ શક્ય બન્યું છે. કેન્દ્ર સરકારના આર-એપીડીઆરપી પ્રોજેક્ટ હેઠળ ૧૫% કરતા વધારે વીજ વિતરણ વ્યય વાળા શહેરોને વીજ વિતરણ વ્યય ઘટાડવાનો લક્ષ્યાંક હતો. આ યોજના અંતર્ગત વીજ વિતરણ કંપનીઓના વિવિધ ૮૪ શહેરોમાં વીજ માળખા સુદ્રઢીકરણની કામગીરી હાથ ધરાયેલ. જેના પરિણામે બધાજ ૮૪ શહેરોમાં વીજ વ્યય ઘટાડો શકય બનેલ. ૬૮ શહેરોમા આ વીજ વ્યય ૧૫ ટકાી પણ ઘટી ગયેલ છે અને ૪૨ શહેરોમા આ વીજ વ્યય એકી સંખ્યામાં એટલે કે ૯ટકા કરતાં ઓછો રહેલ છે, જેમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા આણંદ, દાહોદ, રાજકોટ, ભુજ, પોરબંદર, ધોરાજી, હિંમતનગર, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મોડાસા વગેર શહેરોનો સમાવેશ છે.
વધુમાં વીજ વિતરણ કંપનીઓ માટેની કેન્દ્ર સરકારની સૌથી મહત્વની ઉદય યોજનાનો હેતુ વિવિધ માપદંડો અંતર્ગત કાર્ય ક્ષમતા વધારી વીજ વિતરણ વ્યય ઘટાડવાનો તથા વીજળીની ખરીદ કિંમત ઘટાડવાના હતો. સદર યોજના અંતર્ગત માર્ચ ૨૦૨૦ સુધીમાં ગુજરાત રાજ્યને ૧૩.૫૦ ટકા સુધી વીજ વ્યય ઘટાડવાનો લક્ષ્યાંક અપાયેલ, જે ૧૧.૦૧ ટકા સુધી વીજ વ્યય ઘટાડી સફળતાપૂર્વક કર્યો છે, જે રાષ્ટ્રીય સ્તર ના સરેરાશ વીજ વિતરણ વ્યય ૧૮.૭૨ ટકા ની સાપેક્ષે ઘણા ઓછા છે. કેન્દ્ર સરકાર સંચાલીત ઉદય પોર્ટલ ઉપર ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લા ૦૩ વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦માં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રમ ક્રમાંક પર છે. તમીલનાડુ, તેલંગણા, કેરલા, કર્ણાટક, મહારષ્ટ્ર, પંજાબ, હરીયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજયોની સરખામણી માં ગુજરાત રાજયમાં વીજ વિતરણ વ્યય ઘણો ઓછો છે.
વીજ ક્ષેત્રે સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) તથા તેના અમલીકરણ માટે ગુજરાત પ્રથમ એવું રાજય છે કે જેની પાસે પોતાનું અલગ વિભાગ છે.