ગાયના ગોબરમાંથી બનેલી ઈકો ફ્રેન્ડલી ગણેજીની મૂર્તિના પૂજન અર્ચન સાથે સવાર-સાંજ આરતી થશે
આજથી શરૂ થયેલુ અને અનંત ચૌદશ સુધી ચાલનારૂ ગણેશ ચતુર્થી પર્વ કોરોનાકાળ હોવાથી સાદગીથી ઉજવાઈ રહ્યું છે. કોઈપણ માંગલિક કાર્યોમાં વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના સૌપ્રથમ કરવામાં આવે છે.
તેનાથી તમામ કાર્યો નિર્વિઘ્ન સંપન્ન થાય છે. ‘અબતક’ના આંગણે પણ દુંદાળા દેવની પધરામણી થઈ છે.
ઈકો ફ્રેન્ડલી ગણેશ મુર્તિની વિધિવત સ્થાપના સાથે જ ‘અબતક’ પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. સોમવાર સુધી દુંદાળા દેવનું ભાવભેર પૂજન-અર્ચન કરવામાં આવશે.
ત્રણ દિવસ સવાર-સાંજ આરતી અને પ્રસાદનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.