રાજકોટ જિલ્લામાં પ્રવેશ વખતે સ્વાગત કર્યુ
સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા ખેડૂત અગ્રણી ચેતન રામાણીએ ખોડલધામ ખાતે છોગાવાળી પાઘ, કેસરીયાખેસ તથા ફૂલહારથી જિલ્લામાં સ્વાગત કર્યુ હતું.
રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ ખેડૂત અગ્રણી ચેતન રામાણીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુદ સી.આર. પાટીલ નિમણુંક થઇ ત્યારથી જ સમગ્ર ગુજરાતના કાર્યકર્તા તેમજ આગેવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
તેઓ સૌરાષ્ટ્ર પંથકના પ્રવાસે આવ્યા ત્યારે સોમનાથ-સાસણ સાંકળી થઇ સમસ્ત લેઉવા પટેલની એકતાનું પ્રતીક એવા માં ખોડલના ધામ-કાગવડ ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમનુ ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. તેમજ સર્વત્ર કેસરીયો માહોલ છવાયો હતો. તેમજ માં-ખોડલના ચરણોમા શીશ ઝકાવી ગુજરાત તેમજ રાષ્ટ્ર અને વિશ્ર્વમાંથી કોરોના જેવી મહામારીનો નાશ થાય એવી પ્રજાના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. બાદમાં ખોડલધામ-કાગાવડના હોદ્દેદારો દ્વારા તેમની રજત-તુલા કરવામા આવી હતી તે પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેનભાઇ પટેલ પણ ઉપસ્થિતિ હતા. રાજકોટ જિલ્લ ભાજપના આગેવાન ચેતન રામાણીએ અદમ્ય ઉત્સાહ સાથે સી.આર. પાટીલના આગમનને વઘાવવા માટે અગ્રીમતા સાથે ઉત્સુકતા દાખવી શાહી સ્વાગત કર્યુ હતું. જેમાં તેમણે છોગાવાળી-પાઘ, ફુલ્હાર તેમજ કેસરીયો ખેસ પહેરાવી રાજકોટ તરફ પઘારવા આગ્રહીય આમંત્રણ સહ્ સ્વાગત અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે રાજયના કેબિનટ પ્રધાન કુવરજીભાઇ બાવળીયા જયેશભાઇ રાદડીયા રાજયકક્ષાના પ્રધાન આર.સી. ફળદુ તેમજ પ્રદેશ આગેવાન ગોરઘનભાઇ ઝડફીયા, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, વલ્લભભાઇ કથીરીયા, ઘનસુખભાઇ ભંડેરી, તેમજ હોદેદારો રમેશભાઇ ટીલાળા, કિશોરભાઇ પાંભર વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.