આખા રાષ્ટ્રને સંબોધન કરતા હોય અને તે પણ ટોચના રાષ્ટ્રીય તહેવારની વેળાએ રાષ્ટ્રને સૌથી વધારે સ્પર્શતી વાતોનું વિશ્ર્લેષણ કરતા હોય તે ઘડીએ આપણા દેશ, આપણી ઉગતી પેઢીના બાળપણ વિષે કશું ન કહેવાય તો એ અધૂરપ રાષ્ટ્રજોગા સંબોધનને મધુરપ વિહોણું કોઈ કહે તો એમાં ખોટું શું?
બાળકોનાં મૂળભૂત બચપણને છિન્નવિછિન્ન કરતી રહેલી આપણી વર્તમાન સામાજિક ગતિવિધિઓ સરવાળે હાનિકર્તા જ બનવાની લાલબત્તી
આપણા વર્ષો જૂના એક નાટકમાં એક નાટકમાં એક ગીત એવું કહેતું હતુ કે સાંભરે રે બાળપણનાં સંભારણા…
ફૂલસમા હસતા રમતા તા, પવનસમા લહેરાતા, ગાતા તા રમતાંતા, મસ્તીમાં મગ્ન બન્યાં તા…, જાતાંતા વિધાના વહાણમાં…, સાંભરે રે બાલપણનાં સાંભરણાં…
અત્યારે જમાનો બદલાઈ ગયો છે.
નવી નવી સુવિધાઓ, સાધનો અને માબાપની અસાધારણ વ્યસ્તાતાનાં પરિણામે મનુષ્ય જીવનનું એક સૌથી મહત્વનું અને મૂલ્યવાન અંગ સંપૂર્ણ પણે રોળાઈ ગયું છે, છિન્નભિન્ન થયું છે. અને કલ્પનાતીત ધૂળધાણી થયું છે… આને કારણે હર્યાભર્યા કુટુંમ્બોને સારી પેઠે હાનિ પહોચી છે, અને કુટુંબજીવન એક સમયે જે બાળકોનાં નિર્દોષ મસ્તીમજાકથી લીલાછંમ રહેતા હતા તે શુષ્ક રૂક્ષ બનતા ગયા છે. આમ તો બધી જ માતાઓ તેમના બાળકો પ્રત્યે વાત્સલ્યભીની હોય છે અને બધા જ પિતાઓ માટે તેમનાં બાળકો લડકવાયા હોય છે. પરંતુ સમય અને જમાનાના પ્રવાહોએ આવી પરિસ્થિતિ ઉપર વિપરિત અસર કરી છે.
આપણો દેશ તથા સમાજ બાળકોનાં બચપણ પ્રત્યે આવી વિપરિતતાને કારણે ઉપેક્ષિત બની રહ્યા છે.
આપણા દેશની આ કમનશીબી પણ કહેવાય અને તે અશુભ અર્થાંત અમંગળ એંધાણ પણ કહેવાય ! એક જમાનામાં આપણા જ દેશનાં એક બાળક ભરતે સિંહને એમ કહ્યું હોવાનું દ્રષ્ટાંત છે કે, ‘સિહ, તારૂ મોઢુ ઉઘાડ,મારે તારા દાંત ગણવા છે.
આ બાળકના નામ ઉપરથી જ આપણા દેશનું નામ ભરતખંડ બન્યું છે!
આજનાં બચપણ વિષેની સમીક્ષા એમ કહી શકાય તેમ છે કે,
આમ કહેતી વખતે એવી ટકોર કરવાનું મન થાય છે કે, તુલસીદાસની રામાયણમાંથી જો રામ, સીતા અને હનુમાનને બાદ કરી લેવાય તો સ્થિતિ સર્જાય એવી જ સ્થિતિ મનુષ્યના સમગ્ર જીવનમાંથી જો બચપણને બાદ કરવા જેવી સર્જાય !
આપણા નેતાઓ જયારે રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય ત્યારે તેમનાં બચપણને પણ યાદ કરે અને મનુષ્યના અત્યારે ખોવાઈ ગયેલા બચપણને પૂન: સજીવન તેમજ લીલુંછમ કરી દેવાનાં ઉપાયો દર્શાવે તે બાબત દેશના વિશાળ હિતમાં લેખાશે… એમાં પણ શિક્ષણ જગત માટેય આ બાબત અતિ મહત્વની ગણવી પડે તેમ છે…
આપણો દેશ પૂન: બચપણની ખરેખરી કિમંત આંકે અને તેને રામાયણમાનાં પાત્રોનાં બચપણ તેમનાં માબાપોએ કેવા લીલાંછમ બનાવ્યા હતા, તેનો દાખલો લે.