જૂનાગઢ મહાપાલિકાનો હવેના સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-૫૦માં સ્થાન મેળવવા નિર્ધાર

શહેરમાં સ્વચ્છતાના ધોરણોમાં કરાશે મોટા ફેરફાર

જૂનાગઢ મહાપાલિકાએ સ્વચ્છતાના ધારા ધોરણે જાળવી આગમી સમયમાં સ્વચ્છતા સર્વક્ષણમાં દેશના ટોપ ૫૦માં સ્થાન મેળવવા નિર્ધાર કર્યો છે.

મહાપાલિકાએ એક યાદીમાં જણાવ્યું છે કે  સમગ્ર દેશમાં દર વર્ષ યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન માં ગત વર્ષ ૨૦૧૮-૧૯ માં જુનાગઢ મહાનગરપાલિકા એ ૧૫૪ મો રેન્ક મેળવેલ હતો, જેમાં જૂનાગઢ મહાનગર સ્વચ્છતાા બાબતે સુંદર કામગીરી કરી આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માં ૧૧૧ મો રેન્ક મેળવેલ છે. જેમાં રેન્કીંગ ૪૩ અંકનો સુધારો આવ્યો છે.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં આગળનો રેન્ક મેળવવા ઘણા સુધારા કરવામાં આવેલ છે. જેમાં જુનાગઢ શહેર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ તેમજ પ્લાસ્ટિક બાયલોઝ તથા હેલ્થ બાયલોઝનું અમલીકરણ કરવામાં આવ્યું શહેરને   ઓમડીએફ જાહેર કરવામાં આવેલ છે.

સ્વચ્છતા અંગે જાગૃતી લાવવા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અવાર નવાર અભીયાનો, સ્વસ્છતા લક્ષી જન જાગૃતી લાવવા પોસ્ટર, હોર્ડિંગ્સ, બેનર ધ્વારા પ્રચાર અને પસાર ની કામગીરી કરવામાં આવે છે. તથા જાહેરમાં થુંકી ગંદકી ન ફેલાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ૦ અને તેને કડક અમલ કરાય છે.

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૦-૨૧ માં સ્વચ્છ સર્વેક્ષણમાં દેશમાં  ટોપ ૫૦માં સ્થાન મેળવવા માટે હવે સ્વચ્છતા સર્વેક્ષણની ગાઈડ લાઈન મુજબ તેમજ શહેરમાં સ્વચ્છતાના મોટા ફેરફાર કરવા અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જુનાગઢ શહેરનો રેન્ક લાવવા સેન્ટ્રલ એરિયા ડ્રેનેજ પ્રોજેક્ટ તથા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેકટ ઝોન-૮ અને ૯ની કામગીરી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું સુદૃઢીકરણ, ઘન કચરો તથા પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ (ટ્રીટમેન્ટ), બાયો મીથેનેશન પ્રોજેક્ટ, લેગેસી વેસ્ટ જુના કચરાના નિકાલ તથા લેન્ડ ફિલ સાઈટ તેવા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું જૂનાગઢ મનપા કચેરીના પી.આર.ઓ દ્વારા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.