બંને વચ્ચે થયેલી શસ્ત્ર મારામારીમાં રિક્ષા ચાલકની હત્યા અને સામા પક્ષે એક ગંભીર
શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલા કુવા ચોકમાં દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી હીસ્ટ્રીશીટર યુવકની છરી અને પાઈપ વડે મોતને ઘાટ ઉતાર્યો છે જ્યારે સામા પક્ષે હુમલામાં ઘવાયેલા એક શખ્સને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થોરાળા પોલીસ મથક અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે. બે ભાઈ સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંઘ્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતો હિસ્ટ્રીશીટર ધર્મેશ ઉર્ફે ધમો આનંદ ચાવડા નામના યુવાન અને મૌલીક સંજય પરમાર નામના શખ્સો સાથે ચાલતી જુની અદાવતમાં કુવા ચોકમાં બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં ધર્મેશ ચાવડા નશાની હાલતમાં છરી સાથે હુમલો કરતા જેમાં મૌલીક પરમારના કાકા છરી સાથે ધસી આવી બન્ને વચ્ચે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશ આનંદ ચાવડાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે ધર્મેશ ઉર્ફે ધમો ચાવડાએ કરેલા છરી વડે હુમલાથી મૌલીક નામના શખસ ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
થોરાળા પોલીસ મથકમાં જ્યોત્સનાબેન ધર્મેશ ચાવડાની ફરિયાદ પરથી મૌલીક, રતો મેઘજી પરમાર, નરેશ ખોડા દવેરા, ભીખા ચકુ ચાવડા અને રસીક ચકુ ચાવડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ભીખા ચાવડા અને તેનો ભાઈ રસીક ચાવડા દારૂનો ધંધો કરતા હોય જે દારૂનો ધંધો કરવાની ધર્મેશ ચાવડાએ ના પાડી હોય જેમાં મનદુ:ખ ચાલતું હોય જેમાં ધર્મેશ ઉર્ફે ધમો ચાવડા અને મૌલીક વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવતમાં બન્ને એકબીજાને ભરી પીવા માટે તીક્ષ્ણ હથિયાર વડે મારામારીમાં ધર્મેશ ઉર્ફે ધમા ચાવડાને છરી અને પાઈપ વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધુ છે જ્યારે સામા પક્ષે મૌલીકને પણ ઈજા થઈ છે. જ્યારે સામાપક્ષે ઘવાયેલા મૌલીક સંજય પરમારની ફરિયાદ પરથી મૃતક ધર્મેશ ચાવડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ધર્મેશ ચાવડા અવાર-નવાર દારૂ પીને પોતાના ઘર પાસે ગાળો બોલતો હોય જે ના પાડતા આરોપી મૌલીકને છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાનું જણાવ્યું છે.
પોલીસે બન્ને પક્ષોની ફરીયાદ પરથી છ શખસો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ થોરાળા પોલીસ મથકના પી.આઈ. જી.એમ.હડીયા સહિતનો સ્ટાફ તપાસ ચલાવી રહયા છે.