આગામી તા. ૨૪ ઓગસ્ટના ગુજકેટની પરીક્ષાઓ યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાની સંભાવના છે. તેના ઉ૫યોગ પર પ્રતિબંધ મુકર્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ જામનગર જિલ્લામાં નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાય) કોપીયર મશીન ધારકોને તા. ૨૪ ઓગસ્ટના સવારે ૧૦:૩૦ થી સાંજના ૧૬ સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તથા સદરહું પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. સજુબા સરકારી ગર્લ્સ સ્કૂલ, ડી.એસ.ગોજીયા હાઈસ્કૂલ, એ.બી.વિરાણી ક્ધયા વિદ્યાલય, ડી.સી.સી. હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, સત્યસાંઈ હાઈસ્કૂલ યુનિટ ૧ થી ૩, સેન્ટ આન્સ હાઈસ્કૂલ, એલ.જી.હરિયા (યુનિટ-૧ અને ૨). આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
Trending
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…