સમિતિ દ્વારા શ્રઘ્ધાળુઓને ઓનલાઇન દર્શન કરાવવા કાબિલેદાદ તૈયારી
રોજ રાત્રે ૮.૦૦ કલાકે મહાઆરતી, ૭ થી રાત્રિના ૧૧ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણજાર
ત્રિકોણબાગ કા રાજાની સને ૧૯૯૯ મા સાર્વજનીક રૂપે સ્થાપના કરાય જે આજે ર૧ માં વર્ષ પરિસ્થિતિ ને અનુરુપ લોક સંપર્ક રહિત આયોજન કરાયું છે. આ ગણપતિનું ભકતો ના હ્રદયમાં અનેરુ સ્થાન છે એટલે માનતા ના ગણપતિ તરીકે પ્રચલિત છે. આ વર્ષે શ્રઘ્ધાળુઓ ત્રિકોણબાગ કા રાજા સમીતીની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, યુ ટયુબ, ફેસબુક, ઇન્સટાગ્રામ સહિત તેઓના મીડીયા પાર્ટનર ના સહયોગથી તેઓના ઘરે બેઠા મોબાઇલ ટીવી સ્ક્રીન પર નિહાળી શકશે.
આ આયોજન તા.રર ના રોજ સવારે ૧૦.૩૦ સ્થાપના સાંજે ૮ વાગ્યે મહાઆરતી. ર૩ ના ગણેશ વંદના કાર્યકમ, ર૪ના શિવવંદના, રપ નવદુર્ગા આરાધના, ર૬ના ભવ્ય લોકડાયરો, ર૭ ના જલારામ બાપાના જયકારા, ર૮ ના શ્રીનાથજી ની ઝાંખી, ર૯ ના ભવ્ય હાસ્ય દરબાર, ૩૦ ના રામનામ કે હિરે મોતી ધુન ભજન ૩૧ સત્યનારાયણ દેવની સંગીત મય કથા, ૧-૯-૨૦ ના સવારે ૧૦.૩૦ સમાપન વિધિ ના કાર્યક્રમો નકિક કરાયા છે.
સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાતું આ આયોજન ને પ્રસિઘ્ધ કરવા શહેરના તમામ અખબારી તંત્રીઓ, પત્રકાર મિત્રો, ઇલકેટ્રોનિક મિડિયા, સોશ્યલ મિડિયા ગ્રુપ સંચાલકો , કેબલ ઓપરેટરો, વોટસએપ ગ્રુપો સહિત અનેક સામાજીક સંસ્થા અને અગ્રણીઓનો સહકાર મળી રહ્યો છે.
આ આયોજનમા વર્ષોથી જોડાયેલા સેવાધારીઓ જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજય ટાંક, નિલેશભાઇ ચૌહાણ,વગેરે સેવા આપીને ધન્યતા અનુભવે છે.