મેઘમહેર વચ્ચે જુગારધામ ધમધમ્યા…
મોટી મારડ, કોટડા સાંગાણી, દેરડી કુંભાજી અને પડધરી પંથકમાં જુગારીઓ પર પોલીસની ધોંસ: ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે
સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે ગામડે-ગામડે જુગારના પટ મંડાણા જેમાં ૬ જિલ્લામાં રાજકોટ જિલ્લાના મોટી મારડ, કોટડા સાંગાણી, દેરડી કુંભાજી, પડધરી, પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા, ગીર સોમનાથ જિલ્લામાં ૯ સ્થળોએ, મોરબી જિલ્લામાં ૨ સ્થળોએ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર સહિત ૨૧ સ્થળોએ દરોડા પાડ્યા જેમાં ૧૩ મહિલા સહિત ૧૪૦ શખસોની ધરપકડ કરી રૂા.૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
વધુ વિગત મુજબ ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે ઘેલા જીવરાજભાઈ ખેરીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની પાટણવાવ પીએસઆઈ વાય.બી.રાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ઘેલાભાઈ શેખીયા, બાલા મેરામ ગાંગણીયા, નિલેશ જીણા હુંબલ, અજય દિનેશ પાટડીયા, વર્ષાબેન ખેરીયા, નીતાબેન સમીર, આશાબેન વિજય, મનિષ પ્રવિણ, દિલીપ ચંદુ, શાંતિલાલ દાસ, મિત શાંતિલાલ, વિજયાબેન સુરેશભાઈ, મંજુલાબેન રાજેશ, અરવિંદ બોરીયા, રવિ રાજેશ, ડેનીસ ઉર્ફે કટો, વાલજી ભુરા, પૂજાબેન રાજેશભાઈ, મનિષાબેન સંજયભાઈ, પાયલબેન બાવનજીભાઈ અને સરોજબેન વલ્લભભાઈની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂા.૭૩૭૫૦ જ્યારે મોટીમારડ ગામે અંકીત બાબુના મકાનમાં જુગાર રમતા અંકિત ડાભી, રમેશ ડાભી, અનિલ સોલંકી, દિપક કોળી, અજય કોળી, વનિતાબેન કોળી, લાખીબેન કોળી, મનુભાઈ કોળી, સંજય કોળી, અવિનાશ કોળી, મનિષ કોળી, વિષ્ણુ કોળી, રાજુ કોળી, લીરીબેન કોળી અને ક્રિષ્નાબેન કોળીની ધરપકડ કરી રૂા.૧.૨૦ લાખ કબજે કર્યા છે.
કોટડા સાંગાણીના વાદીપરા ગામે જુગાર રમતા રવિ દુધરેજીયા, ભરત દુધરેજીયા, મનસુખ ચીરોડીયા, દિલીપ કોળી, લાલજી ભોજાણી, ભરત કોળી, રમેશ ગોવાણી, જગદીશ ચીરોડીયા અને દિલીપ માયાણી, કિશન કોળી, દેવરાજ કોળી, વિપુલ કોળી, કૈલાશ કોળી, લાલજી કોળી અને ગોપાલ કોળીની ધરપકડ કરી રૂા.૨૪૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. દેરડી કુંભાજી ગામે ભાવેશ સરધારાની વાડીમાં જુગાર રમતા ભાવેશ સરધારા, દિલીપ ડોંગા, ભાવીન વિસાવડીયા, અલ્પેશ બોરડ, નિતીન દોંગા અને હિરેન બોરડની ધરપકડ કરી રૂા.૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પડધરીના ઢોકરીયા ગામે જાહેરમાં જુગાર રમતા રમણીક પટેલ, મૌલીક પટેલ, અરવિંદ મુછડીયા અને આશિષ મુછડીયાની ધરપકડ કરીરૂા.૧૩૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ૧૬ સ્થળોએ ૯૮ ઝડપાયા
સૌરાષ્ટ્રમાં ૫ જિલ્લામાં જુગારધામ ઉપર સ્થાનિક પોલીસે દરોડા પાડી ૯૮ શખસોને ઝડપી લીધા છે. જેમાં રાણાવાવ, કુતિયાણામાં જુગાર રમતા ૭ શખ્સો, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉના, તાલાલા, સુત્રાપાડા, પ્રભાસ પાટણ અને ગીર ગઢડામાં જુગાર રમતા ૬૬ શખસોની ધરપકડ કરી છે., જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને દ્વારકામાં જુગાર રમતા ૧૦ શખસોની, મોરબી તાલુકાના અમરાપર અને ચાચાપરમાં જુગાર રમતા ૯ શખસોની ધરપકડ કરી છે અને વઢવાણમાં જુગાર રમતા ૨ શખસોની ધરપકડ કરી છે. પોલીસે કુલ ૨.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.