ખાદ્યતેલ ઉદ્યોગના ટોચના એસો. દ્વારા સરકાર સમક્ષ માત્ર ક્રુડ પામતેલની આયાત કરવાની માંગણી: ઘર આંગણે તેલીબીયાનું ઉત્પાદન વધારવા ૧૦ વર્ષનો પ્લાન ઘડી કઢાયો: સ્થાનિક ઉત્પાદન વધારવા અને ખાદ્યતેલની આયાત ઘટાડવા મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ
તેલીબીયા ઉદ્યોગની તબીયત આયાતી રિફાઈન ઓઈલના કારણે નાદુરસ્ત છે. આવા સમયે સોલવન્ટ એકસ્ટ્રેકટર એસોશીએશન દ્વારા સરકાર સમક્ષ ક્રુડ પામ ઓઈલની જ દેશમાં આયાત કરાવવામાં આવે તેવી માંગણી થઈ છે. તાજેતરમાં ખાદ્ય મંત્રાલય સાથે એસોશીએશનના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં ડોમેસ્ટીક પ્રોડકશન કેવી રીતે બુસ્ટ કરી શકાય અને ખાદ્ય તેલોની આયાત ઉપર કેવી રીતે લગામ લગાવી શકાય તે અંગે ચર્ચા થઈ હતી.
રિફાઈન ઓઈલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તો સ્થાનિક સ્તરે તેલીબીયા ઉદ્યોગની તંદુરસ્તી વધશે તેવી અપેક્ષા છે. રાઈસ બ્રાન ઓઈલના વેંચાણ ઉપર ૫ ટકા જીએસટી રાખવાની ભલામણ પણ મીટીંગ દરમિયાન થઈ હતી. નોંધનીય છે કે, દેશમાં સ્થાનિક ઉત્પાદન વધે અને આયાત ઉપર લગામ લગાવવામાં આવે તે જરૂરી છે. આવા સમયે સિંગતેલ સહિતના તમામ રિફાઈન તેલ ઉપર પ્રતિબંધ મુકાય તેવી માંગ થઈ છે. જો કે, કાચા પામતેલ માટે માર્ગ મોકળો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઓઈલ મીલોના પિલાણમાં આ બાબત ખુબ જરૂરી છે. સ્થાનિક કક્ષાએ તેલીબીયાનું ઉત્પાદન વધારવા સોલવન્ટ એકસ્ટ્રેકટર એસોશીએશન દ્વારા સરકારને રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે વધુ પ્રોત્સાહનની માંગણી કરી હતી. ઉચ્ચ પ્રકારના બિયારણથી તેલીબીયાનું ઉત્પાદન પણ સારૂ આવશે તેવી દલીલ પણ થઈ હતી. આગામી ૧૦ વર્ષમાં તેલીબીયાનું ઉત્પાદન વધે તે માટેનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દેશમાં વર્ષે-દહાડે ૧.૫ કરોડ ટન જેટલું ખાદ્યતેલ આયાત કરવું પડે છે. સ્થાનિક કક્ષાએ આયાતી રિફાઈન તેલના કારણે સ્થાનિક સેકટરને નુકશાન વેઠવાનો વારો આવે છે. જેથી સોલવન્ટ એકસ્ટ્રેકટર એસોશીએશન દ્વારા કરેલી રજૂઆતનો હકારાત્મક અભિગમ સરકાર દાખવશે તો આગામી સમયમાં ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે.
નોંધનીય છે કે, તાજેતરમાં સોલવન્ટ એકસ્ટ્રેકટર એસો.ની ખાદ્ય મંત્રાલય સાથે મળેલી બેઠક દરમિયાન સરકાર સમક્ષ સિંગતેલની નિકાસમાં પ્રોત્સાહન આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. નિકાસ સેકટરને વેગવંતુ બનાવવા માટે અન્ય
એકમોની જેમ સિંગતેલને પણ નિકાસમાં પ્રોત્સાહન મળે તે જરૂરી છે. સ્થાનિક સ્તરે પ્રોડકશન વધે તેની સાથે સાથે નિકાસ પણ વધે તે માટે પગલા લેવા જોઈએ તેવી રજૂઆત થઈ હતી.
મગફળીની નિકાસમાં પ્રોત્સાહ આપવા માંગ
તાજેતરમાં સોલવન્ટ એકસ્ટ્રેકટર એસો.ની ખાદ્ય મંત્રાલય સાથે મળેલી બેઠક દરમિયાન સરકાર સમક્ષ સિંગતેલની નિકાસમાં પ્રોત્સાહન આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. નિકાસ સેકટરને વેગવંતુ બનાવવા માટે અન્ય એકમોની જેમ સિંગતેલને પણ નિકાસમાં પ્રોત્સાહન મળે તે જરૂરી છે. સ્થાનિક સ્તરે પ્રોડકશન વધે તેની સાથે સાથે નિકાસ પણ વધે તે માટે પગલા લેવા જોઈએ તેવી રજૂઆત થઈ હતી.