ઓનલાઇન કૃષ્ણ જન્મોત્સવમાં બાળકો દ્વારા મટુકી, માખણ, મુગટ, વાંસળી સહિતની સામગ્રી ઉપરાંત ઘર બેઠા ગુંજ્યા નાદ ‘નંદ ઘેર આનંદ ભયો’
ધો. ૧૦માં ૯૯.૯૯ પી.આર. મેળવનાર વિઘાર્થીની તથા પ્રથમ સ્થાModuન પ્રાપ્ત કરનાર વિઘાર્થીએ કર્યુ ઘ્વજવંદન
સમગ્ર દુનિયા જન્માષ્ટમીએ કૃષ્ણમય બની જાય છે. ત્યારે મોદી સ્કુલના બાળકો પણ આ પર્વને ભરપૂર રીતે માણે તે હેતુથી શિક્ષકોએ ખુબ જ સુંદર રીતે કૃષ્ણજન્મના પ્રસંગને શણગારીને મટુકી ફોડી નંદ ઘેર આનંદભયો કરીને દરેક બાળકોને ઓનલાઇન લાઇવ દ્રશ્યો દર્શાવ્યા હતા.
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દરેક બાળકોને ધોરણ પ્રમાણે અલગ અલગ એકીટીવીટીઓ પણ કરાવવામાં આવી હતી. જેમ કે નાના નાના ભૂલકાઓએ દૂધમાંથી માખણ કેમ બને તેની દરેક રીતે મમ્મી પાસેથી શીખી, માખણ બનાવતા શીખ્યા હતા. ધો. ૧ થી ૪ અંગ્રેજી તથા ગુજરાતી માઘ્યમના બાળકોએ મટુકી ડ્રો કરીને રંગપૂરીને ઉપર માખણ દર્શાવ્યું કોઇએ વાસળી બનાવી હતી. ધો. પ થી ૮ ના વિઘાર્થીઓએ ખુબ જ સુંદર એકટીવીટીઓ કરી હતી.
નાના બાળકથી લઇ ધો. ૮ સુધીના દરેક વિઘાર્થીઓ ઘરે કાનો અને રાધા બન્યા હતચા ને કોઇ કોઇ પોતાના પરિવાર સાથે નંદ ઘેર આનંદ ભર્યો કરી રાસે પણ રમ્યા હતા. ધો. ૯ , ૧૦ ના વિઘાર્થીઓએ આ પ્રવૃતિમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ તાવડી, મુગટ, વાંસણી મટકી કાનાનો હિંડોળ કૃષ્ણ સિંહાસન અને આરતીની થાળીને ડેકોરેશન ઉપરાંત ઓનલાઇન લાઇવ જન્માષ્ટમીને અનુરુપ દાન-ગોપી બનીને રાસ રજુ કરી શ્રી કૃષ્ણના જન્મદિવસને ખુબ જ ઉમંગપૂર્વક મનાવ્યો હતો.
આ ઉપરાંત સ્વાતંત્રતા દિવસની ઉજવણી મોદી સ્કુલ (અંબિકા ટાઉનશીપ) ના પ્રાંગણમાં કરવામાં આવેલ હતી. કાર્યક્રમની શરુઆત સ્વતંત્રતા દિવસનું ઘ્વજવંદન વસોયા ન્યાસાબેન કે જેમણે ધો. ૧૦મા ૯૯.૯૯ પી.આર. મેળવનાર કુલ ૪ વિઘાર્થીમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેઓનેકુલ ૭૦૦ માર્કસમાંથી ૫૮૧ માર્કસ મેળવીને ૯૬.૬૬ ટકા પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ સંગીત શિક્ષકો દ્વારા દેશભકિતગીત રજુ કરવામાં આવેલ હતું. ૭૪માં સ્વતંત્રતા પર્વની સૌને શુભકામના આપીને શહિદોને યાદ કરીને શ્રઘ્ધાજલી આપી હતી. ન્યાસાબેન પોતાની સ્પીચ આપી હતી પોતે કઇ રીતે આટલા સુંદર માર્કસ મેળવ્યા તેની વાત કહીને શાળા પરિવારને ખુબ ખુબ આભાર માન્યો હતો.