રૂ.૧.૬૪ લાખની રોકડ સાથે ૧૭ મહિલા સહિત ૩૧ પતાપ્રેમી ઝડપાયા
શ્રાવણ માસના અંતીમ દિવસે પણ જુગાર રમવાનો સીલસીલો ચાલુ રહ્યો છે. અને તેમાં પણ મહિલાઓ જુગાર રમવામાં પુરૂષ સમોવડી થઈ છે. ત્યારે પોલીસે લક્ષ્મીનગર, નવલનગર, ખોડીયારનગર અને સોમનાથ સોસાયટીમાં જુગારના દરોડા પાડી રૂા.૧.૬૪ લાખની રોકડ સાથે ૧૭ મહિલા સહિત ૩૧ પત્તાપ્રેમીને ઝડપી લીધા છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મવડી વિસ્તારમાં આવેલા જીવરાજપાર્ક સીધ્ધી ગોલ્ડ એ.બ્લોક નં. ૩૦૨માં રહેતો બાવુભાઈ મોહનભાઈ ત્રંબડીયા નામનો કારખાનેદાર તેના મવડી મેઈન રોડ પર આવેલા લક્ષ્મીનગર શેરી નં.૧માં આવેલી ક્રિશ્ર્ના આઈસ ફેકટરીમાં જુગાર રમાડતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતા બરફનાં કારખાનામાં દરોડો પાડી, જુગાર ખેલતા બાવુભાઈ ત્રંબડીયા, સહિત જયેશ ગોપનાલભાઈ કણસાગરા,મનીષ ભીમજીભાઈ પરસાણીયા, પ્રવીણ નારણભાઈ કપૂપરા, સૂર્યકાંતભાઈ બાબુલાલભાઈ મોરી, વીઠલ ત્રીકમભાઈ દેસાઈ અને પ્રદિપ જીવણભાઈ વાઢેરને ઝડપી ક્રાઈમ બ્રાંચ પી.આઈ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.જે. જાડેજા, એ.એસ.આઈ. બી.જે. જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા યોગેન્દ્રસિંહ જાડેજા કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુગારના પટમાંથી રૂા.૧.૩૪ લાખની રોકડ જપ્ત કરી છે.
જયારે બીજો જુગારનો દરોડો માલવીયાનગર પોલીસે નવલનગર શેરી નં. ૩/૯માં રહેતા જયશ્રીબેન મહેશભાઈ રાઠોડના મકાનમાં પાડી જુગાર રમતી મકાનમાલીક જયશ્રીબેન સહિત હિરેન મહેશભાઈ રાઠોડ રવી જનકભાઈ રાઠોડ, રાહુલ મહેશભાઈ રાઠોડ ઈલાબેન રાજેશભાઈ માલાણી, પૂનમબેન આલોકભાઈ મકવાણા, રાજેશ્ર્વરીબેન મયૂરભાઈ સોની, સોનલબા દિલીપસિંહ જાડેજા અને રિધ્ધિબેન અરવિંદભાઈ મણીયારને રૂા.૧૫,૨૦૦ની રોકડ સાથે તેમજ ખોડીયારનગર શેરી નં.૧૦માં હિતેષ ઉર્ફે હિતો સંગ્રામભાઈ મીરનાં મકાનમાં જુગારનો દરોડો પાડી હિતેષ સહિત પ્રવિણ બચૂભાઈ વાઘેલા રમેશ જશાભાઈ પરમાર, વિજયપરી હેમંતગીરી ગૌસ્વામી, જયશ્રીબેન જયેશભાઈ વાડોદરા, જશુબેન ધીરૂભાઈ બહોકીયા, બેનાબેન હરૂભા જાડેજા અને ભૂમીકાબેન રમેશભાઈ રાઠોડને રૂા.૧૨.૮૦૦ની રોકડ સાથે પી.એસ.આઈ. વી.કે. ઝાલા કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી, રોહિતભાઈ કછોટ, મહેશભાઈ ચાવડા અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.
ચોથો જુગારનો દરોડો ગાંધીગ્રામ ૨ યુનિ. પોલીસ સોમનાથ સોસાયટી શેરી નં.૩માં રહેતા નીતાબેન દિપકભાઈ રાજેદવના મકાનમાં પાડી જુગાર ખેલતા નીતાબેન, જાગૃતીબેન નીતીનભાઈ અઘેરા, વર્ષાબેન ધર્મેશભાઈ વાળા દર્બણાબેન જયેશભાઈ કુંડારીયા, ગીતાબેન રમેશભાઈ પાણખણીયા, નિરૂબેન રાજુભાઈ પાડલીયા અને પ્રભાબેન જયંતીભાઈ ભોરણીયાને રૂા.૨.૧૫૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.