શાકભાજી, ફળો, ડેકોરેટીવ, મેડીસિનલ વગેરે પ્લાન્ટનું જીવની જેમ કરી રહ્યા છે જતન: પ૦૦૦ થી વધુ લોકોને કિચન ગાર્ડનીંગની ટ્રેનિંગ આપી: ૨૦૧૭માં વુમન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટીવલમાં પરફોર્મન્સ આપેલું

બજારમાં મળતા શાકભાજી, ફળો, ભેળસેળયુકત  હોવાની ભરપુર શકયતા રહેલી છે. જેનું મુખ્ય કારણ શાકભાજી ઉગાડતી વખતે તેનું ઉત્પાદન વધારવા કિટનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. આપણે જમતી વખતે થાળીમાં પીરસાયેલું ભોજન કેટલું હેલ્ધી છે? તે નકકી કરી શકાતું નથી. ત્યારે આપણે એકદમ શુઘ્ધ શાકભાજી-ફળો ખાવા હોય તો ઓર્ગેનિક વેજીટેબલ ઉગાડી તેનું જતન કરવું બેસ્ટ છે.

ઘરમાં જ ઓર્ગેનિક શાકભાજી ઉગારવું એટલું સરળ નથી પરંતુ જેઓને ગાર્ડનીંગનો શોખ હોય તેઓ આ કામ ખુબ ઉત્સાહથી કરી શકે છે. જેનાથી પરિવારના તમામ સભ્યોને શુઘ્ધ શાકભાજી ખાવા પણ મળે છે.

DSC 9777

આજે આપણે કંઇક આવો જ શોખ ધરાવતા મંજુલાબેન ગજેરાના કિચન ગાર્ડનની વાત કહેવાની છે શાસ્ત્રીનગરમાં રહેતા મંજુલાબેન વર્ષોથી કિચન ગાર્ડનીંગનો શોખ ધરાવે છે. એથી જ તેઓએ પોતાના ટેરેસ ઉપર ગુવાર, ભીંડો, રીંગણા, દુધી, તુરીયા, હળવદ, ચોરી, પાલક, ધાણાભાજી, મરચા, લીંબુ સહિતનું શાકભાજી ઉગાડયું છે. તેમજ ટેરેસ ઉપર જવાની સીડીની આસપાસની જગ્યામાં ઔષધિ પ્લાન્ટ મીટ તુલસી, મરવો, સાદા તુલસી તેમજ ઉકાળા માટે ઉપયોગી એવા ગુણકારી પાન ઉગાડેલા છે.

DSC 9762

તેઓ ફળોમાં પપૈયા, સીતાફળ ઉપરાંત સરગવો, લાલ ચંદન, સફેદ ચંદન, શકરીયા, ફલાવર, ડ્રેગન ફુટનો ઉછેર કરી રહ્યાં છે. તેઓ કહે છે કે આ બધા પ્લાન્ટના ઉછેર માવજત માટે ખાસ સમય લાગતો નથી. તેમજ ઓછા પાણીએ પ્લાન્ટનો સારી રીતે ઉછરી રહ્યા છે. મંજુલાબેન જણાવે છે કે તેઓએ આ માટેની ટ્રેઇનીંગ આર્ટ ઓફ લિવિંગ સંસ્થામાંથી મેળવી છે. પ્લાન્ટમાં ઉગતા શાકભાજી ફળો તેઓ માત્ર ઘર માટે જ વાપરે છે.

તેઓએ કિચન ગાર્ડનીંગમાં ઘણા વર્કશોપ કરેલા છે તેમજ પ૦૦૦ થી વધુ લોકોને આ અંગેની ટ્રેઇનીંગ આપી છે તેઓએ ૨૦૧૭માં વુમન ઓફ ઇન્ડિયા ઓગેનિક ફેસ્ટીવલમાં પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત તેઓ રાજકોટના ફલાવર શોમાં પણ પાર્ટીસીપેટ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.