ગરમીના વાતાવરણમાં ઠંડી ચીજો પીવાનું મન જરૂરથી થતું હોય છે. તેવામાં પાણી બાદ તમારી પહેલી પસંદગી કોલ્ડ્રિંક્સ બની જાય છે. જેના કારણે તમે ગરમી માંથી રાહત મેળવવા માટે કોલ્ડ્રિંક્સ નું સેવન પણ કરો છો. પરંતુ શું તમે જાણો છો કે કોલ્ડ્રિંક્સ પીધા બાદ તમારી શરીરમાં શું થાય છે?
દરેક વ્યક્તિ લગભગ દરેક ઋતુમાં કોલ્ડ્રિંક્સનું સેવન કરે છે. પરંતુ તેનું સેવન કર્યા બાદ ૬૦ મિનિટ માં શરીરમાં શું થાય છે? તે વાતથી લગભગ બધા લોકો અજાણ છે. તેવામાં કોલ્ડ્રિંક્સ આપણા શરીર પર શું પ્રભાવ કરે છે. કારણ કે તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. અહીંયા એક વાત સ્પષ્ટ કરી દઈએ કે તેનો મતલબ એવો નથી કે તમે કોલ્ડ્રિંક્સ પીવાનું છોડીદો.
કોલ્ડ્રિંક્સમાં કેફીન મોટી માત્રામાં હોય છે, જેથી તેનું સેવન કર્યાનાં ૪૦ મિનિટ પછી કેફીન આખા શરીરમાં ફેલાઇ જાય છે અને તેથી આંખોના ડોળા વધવા લાગે છે. ડોપામીન નામનું તત્વ હોય છે, જે કોલ્ડ્રિંક્સનું સેવન કર્યાના ૫૦ મિનિટ પછી મગજને શાંત અને ખુશી મહેસૂસ કરાવે છે.
કોલ્ડ્રિંક્સમાં ફોસ્ફોરિક એસિડ હોય છે, જે આપણા શરીરની અંદર રહેલ મેગ્નેશિયમ અને કેલ્શિયમને નાના આંતરડા તરફ મોકલે છે, જેનાથી આપણને વારંવાર પેશાબ જવું પડે છે. કોલ્ડ્રિંક્સનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ઓછું થવા લાગે છે, જેનાં કારણે હાડકાં નબળાં પડવા લાગે છે. આ બધા પોષક તત્વોની કમીને કારણે કોલ્ડ્રિંક્સ પીધા બાદ ૬૦ મિનિટ પછી શરીરમાં થાક મહેસૂસ થાય છે.
કોલ્ડ્રિંક્સમાં એક પણ પ્રકારનાં ફળનો ઉપયોગ કરવામાં આવતો નથી તથા તેમાં શરીરને ફાયદો થાય તેવું કોઈપણ તત્વ પણ હોતું નથી. કોલ્ડ્રિંક્સનાં વધુ પડતા સેવનથી દાંતમાં કમજોરી, બ્રેસ્ટ કેન્સર, હાર્ટ એટેક, પેટનો દુખાવો વગેરે જેવી ગંભીર બીમારીઓ થાય છે.
મોટાભાગે ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એ જ કારણ છે કે જ્યારે ઘણી વખત પેટ ખરાબ થાય છે, તો લોકો કોલ્ડ્રિંક્સ પીવાની સલાહ આપે છે. એટલું જ નહીં તેનાથી તમને તુરંત રાહત પણ મળી જાય છે. કોલ્ડ્રિંક્સ નું સેવન વધારે કરવું જોઈએ નહીં, કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનાથી સ્વાસ્થ્ય પર નાની-મોટી નહીં, પરંતુ ખૂબ જ વધારે ખરાબ અસર થાય છે.
કોલ્ડ્રિંક્સ પીધા બાદ શરીર પર તેની અસર.
કદાચ ઘણા લોકોને જાણ નહીં હોય કે કોલ્ડ્રિંક્સમાં સુગર ખૂબ જ મોટી માત્રામાં હોય છે. તેમાં સુગરના દર્દીઓએ ભૂલથી પણ કોલ્ડ્રિંક્સ પીવું જોઈએ નહીં. કોલ્ડ્રિંક્સનાં એક ગ્લાસ ની અંદર અંદાજે ૧૦ ચમચી જેટલી શુગર મળી આવે છે, જે શરીરમાં પહોચતાની સાથે જ ગ્લુકોઝની માત્રા એટલી વધારી દે છે, જેટલી શરીરને એક દિવસમાં આવશ્યકતા હોતી નથી. તેવામાં ઘણી વખત તમે જોયું હશે કે કોલ્ડ્રિંક્સ પીધા બાદ તમને ઘણી વખત ઓડકાર આવે છે, આ ફક્ત ગ્લુકોઝ શરીરમાં વધવાને કારણે થાય છે કે સુગરની માત્રા શરીરમાં વધારે હોવાને કારણે પાચન ઓછું થાય છે, જેના કારણે શરીરમાં સ્થૂળતા વધવા લાગે છે અને શરીરમાં ફેટ વધી જાય છે. સાથોસાથ કોલ્ડ્રિંક્સમાં કોફી અને સિગારેટની જેમ કોફીન પણ મળી આવે છે, જે શરીરમાં ભળી જાય છે. કોફીનને કારણે આંખોની રોશની ઓછી થવા લાગે છે. તેવામાં તમારે વધારે માત્રામાં કોલ્ડ્રિંક્સ નું સેવન કરવું જોઈએ નહીં.
કોલ્ડ્રિંક્સ પીધાનાં ૬૦ મિનિટ બાદ તમને થાક લાગવા લાગે છે. કારણ કે કોલ્ડ્રિંક્સ પીધા બાદ પેશાબનું પ્રેશર વધી જાય છે, જેના કારણે શરીર બિલકુલ થાકી જાય છે. તેમાં જો તમે હવે ક્યારેય કોલ્ડ્રિંક્સનું સેવન કરો, તો થોડી માત્રામાં લેવું સાથે ધ્યાન જરૂરથી રાખવું કે તેની અસર લિવર ઉપર પણ થાય છે.