૨૦૫૦માં દર વર્ષે ૩૦ કરોડ લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ જશે
ઔદ્યોગિકકરણ અગાઉના વાતાવરણની તુલનાં કરવામાં આવે તો પૃથ્વી પર તાપમાનમાં ર સેલ્સિયસનો વધારો થયો છે. આ અભ્યાસ સાથે જોડાયેલ પીટર કલોર્કે જણાવેલ છે કે મોંઘી જીવનશૈલી માટે અરબો ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેની પૃથ્વીના ભાગો પર અસર થઇ રહી છે. ગેસનાં ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં નહીં આવે તો ર૩૦૦ સુધીમાં સમુદ્રની સપાટી ર૦ ફુટ વધી શકે છે.
સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોમિંગ અટકાવવાના પ્રયાસો વધુ ઝડપી નહીં બને તો તાપમાનમાં ભયંકર વધારો જોવા મળશે તે સ્થિતિએ વિશ્વભરના વૈજ્ઞાનિકો ચિંતિત છે. સંશોધનમાં એવું પણ કહેવાયું છે કે જો ૨૦૧૫નાં પેરિસ જળવાયુ સમજાુતીથી શરતોને તાત્કાલીક રીતે લાગુ કરવામાં આવે તો તેની પ્રથમ નંબર અસર આવતા ૧પ વર્ષનો સમય લાગી શકે છે. તમામ દેશોએ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉત્સર્જન ઓછું કરવાના વચનનું પાલન કરવાનું રહેશે. અને ધરતીને વધારે ગરમ થતી કોઇપણ સંજોગોમાં અટકાવી પડશે. હકિકત એ છે કે ઘણાં ઓછા દેશોમાં પેરિસ સમજાુતિની શરતોનું પાલન થાય છે.
સંશોધક પીટર કલાર્કે જણાવેલ છે કે પેરિસ સમજાુતિ બાદ પણ સરકારો પૃથ્વીને બચાવવા માટે કંઇ પણ કરી રહી નથી. પૃથ્વી પરનું તાપમાન વધશે તો સમુદ્રની સપાટીમાં વધારો થશે. હવે તો ઠંડીની સિઝનમાં પણ સમુદ્રની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. આપણે ટુંકા સમયમાં કઠોર નિર્ણયો લેવા પડશે. આપણી જીવન શૈલી જ પૃથ્વીને નુકશાન પહોચાડી રહી છે.
આપણે એક એવી જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છે આ માટે વિશ્વમાં અરબો ડોલર ખર્ચી રહ્યા છે. પરંતુ તેની પૃથ્વીને અસર ભોગવવી પડે છે. સમુદ્રની સપાટીમાં વધારો થવો તે એક લાંબી પ્રક્રિયા છે. આપણે આપણા ઘરને ઠંડુ કરી છીએ પરંતુ બહારના તાપમાનને વધારી રહ્યા છીએ. આ ગરમીને કારણે સમુદ્રની સપાટીમાં વધારો થઇ રહ્યો છે.
સંશોધનકર્તાઓએ સમુદ્રની જળ સપાટીનું આંકલન કરવા માટે એક કોમ્પ્યુટર મોડલનો ઉપયોગ કર્યો છે. તેની મદદથી ૧૭૫૦થી લઇને ઉત્સર્જનું મૂલ્યાંકનું કરાય છે. એવું પણ જોવા મળ્યું છે કે જો તમામ દેશો પેરિસ સમજાુતીનું પાલન કરે તો વર્ષ ૨૦૧૫ થી ૨૦૩૦ વચ્ચેના ગાળામાં ઉત્સર્જનની પરિદ્રશ્ય શું રહેશે? સંશોધનકર્તાએ સમુદ્ર જળસ્તરના ર૦ સે.મી.ના અડધા સ્તરમાં વૃઘ્ધી માટે વિશ્વના ટોચના પાંચ દેશો અમેરિકા, ચીન, ભારત, રશિયા અને યુરોપિયન યુનિયનને જવાબદાર ગણવામાં આવ્યું છે. પેરિસ સમજાુતીનો ડ્રાફટ તૈયાર કરવામાં અમેરિકાની મુખ્ય ભૂમિકા રહી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે સમજાુતિમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. કલાઇમેટ એનાલિટીકસ અને સંશોધકોના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં આપણે શું કરી શકીએ અને આગામી વર્ષોમાં તેની શું અસર પડશે તે જરૂરી છે. ર૦ સે.મી. ખુબ જ મહત્વપૂર્ણ છે. તે સમુદ્રના જળસ્તરની વૃઘ્ધી સમાન છે.
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે સમુદ્ર જળસ્તરને અટકાવવામાં તમામ દેશો માટે પડકારો રહેલા છે. વિવિધ દેશોની સમુદ્રની નજીક રહેલા ઇન્ફ્રાસ્ટકલ્ચરને બચાવવા મોટા પ્રમાણમાં રોકાણ કરવાનું રહેશે. વિશ્વભરમાં તટીય શહેરોમાં અગાઉથી જ અનેક પડકારો રહેલા છે. જો કે રિસર્ચમાં જાણવા મળ્યું કે કાર્બન ઉત્સર્જનમાં વધારે ઘટાડો નહીં આવે તો વર્ષ ૨૦૫૦માં પ્રત્યેક વર્ષ ૩૦ કરોડ લોકોનાં ઘર પાણીમાં ગરકાવ થઇ જશે. પૃથ્વી ગરમ થવાથી ગ્લેશિયર અને બન્ને ધ્રુવ પ્રદેશોમાં બરફ પીગળી રહ્યો છે. અને તેનાથી સમુદ્રની સપાટીમાં વધારો થઇ રહ્યો છે.
યુ.એન. કલાઇમેન્ટ સાયન્સ પેનલના મતે જો ઉત્સર્જન પર કોઇ નિયંત્રણ મુકવામાં નહી આવે તો શતાબ્દીના અંત સુધીમાં વૈશ્ર્વિક સમુદ્રી જળસ્તર ૧.૧ મીટર સુધી પહોૈચી શકશે. જો એટલાન્ટીકાનો બરફ પિગળવાથી અનિશ્ર્વતતા જળવાઇ રહેશે તો વિશ્વની વાસ્તવિક સ્થિતિ વધારે વિકટ બનશે.
વર્ષ ૨૦૧૫નાં પેરિસ જળવાયુની સમજુતી માટે ગ્લેશિયરોનું પિગળવાથી સમુદ્રી સ્તરમાં વધારો થવા માટે જવાબદાર જળવાયું પરિવર્તનનો સામનો કરવા માટે ગરીબ અને સમુદ્ર દેશોએ કાર્યવાહી કરવાની જરુર છે. તે અંતર્ગત કાર્બન અને ગ્રીન હાઉસ ગેસનું વધારે ઉત્સર્જન કરનાર દેશોને ઉત્સર્જન પર નિયંત્રણ મેળવવું જરૂરી હતું. આ સાથે વિકાસશીલ દેશોએ શરૂઆતથી જ ઓછો કાર્બન ઉત્સર્જન કરવાને લાયક આર્થિક સહાયતા અને મૂળભૂત માળખું ઉપલબ્ધ કરવાનું હતું. પેરિસ સમજુતી ને ડીસેમ્બર ૨૦૧૫માં વિશ્વના ૧૯૫ દેશોએ સ્વીકાર કરેલો હતો.