દુનિયાના તમામ જીવો સુખની તીવ્ર ઇચ્છા રાખે છે. ૨૪ કલાકની મહેનત પણ તે માટેની જ છે. છતાં સુખ મળતું નથી. દુ:ખ જતું નથી. દુ:ખી છે એટલે દુ:ખને દૂર કરવા માટે ફાંફા મારે છે. જે સૂજે તે કરે છે. અને તમાંથી દુનિયાભરના પાપો, દુરાચારો, ખોરાકોમાં ખડા થાય છે એટલે જો વિશ્ર્વને પણ સુખી બનાવવું હોય, વિશ્વનું ભલું કરવું હોય તો વ્યક્તિને ખુશ રાખવો પડે. ખુશ રાખવા માટે, આપણા આટલા દિવસની ચર્ચાનો નિચોડ કે આત્મન બિમારીના કારણે થાય છે. તે બિમારીને દૂર કરવી જોઇએ અને જેમ શરીરની બિમારી માટે ડોકટર છે એમ આત્માની બિમારી, આત્માના દોષોને દૂર કરવા માટુ, મનને શાંત કરવા માટે, સમાજમાં સદાચારમય વાતાવરણ માટે દેવ-ગુરૂ-ધર્મની અનિવાર્યતા છે. શરીરની બિમારી સમજાય તો વ્યક્તિ ડોકટર પાસે દોડીને પહોંચી જાય. આત્માની બિમારી સમજાય, સાચા સુખની તીવ્ર અભિલાષા હોય તો તે વ્યક્તિ જરૂર ગુરુ-ધર્મ પાસે ઝડપથી પહોંચી જાય.
પરંતુ દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખ શું? વિશ્ર્વમાં તો ઘણા પ્રકારનાં દેવો છે તો આત્માની બિમારી દૂર કરનાર સાચા દેવ કોણ? જેટલા પથ્થર એટલા દેવ? ઘણા તો એવું બોલે કે અમે તો બધે નમીએ, બધી જગ્યાએ માથું ટેકવી આવીએ… ભાઇ ! કોઇ માણસ એમ બોલ કે દુનિયાની સ્ત્રીને હું પરણું… તો તે માણસ કેવા કહેવાય? માટે સમજ પૂર્વકતપાસીને દેવ ગુરુ-ધર્મ સ્વીકારવા જોઇએ.
આપણે આત્માની બિમારી દૂર કરવી છે. તો જેની આત્માની બિમારી નેસ્તનાબૂદ થઇ ગઇ છે એક પણ દોષ નથી, એવા તે અમારા દેવ. જેનામાં દોષ દોષ નહીં તે અમારા ભગવાનને દોષ છે તો ભલે ને ગમે તેટલા ટોપ પર હોય પણ મારા ભગવાન નહીં. જે વ્યક્તિ પોતે દોષી હશે તે બીજાના દોષો કેવી રીતે કાઢશે? એટલે જેનામાં દોષ નથી અને દોષો કાઢવાનો રસ્તો બતાડ્યો છે એ મારા ભગવાન.. એવા છે. વીતરાગ… અમારા રામ, હનુમાનજી, મહાવીર જેવા રૂપવાન હોય છતાં અમે હાથ ન જોડીએ. મહાવીર સાથે કોઇ સ્ત્રીની મૂતિ હોય તો અમે ન જઇએ. કોઇ શસ્ત્ર હોય તો ન પૂજીએ કારણ કે એ બધી દોષયુકત અવસ્થા છે. ટૂંકમાં જૈન શાસનમાં ભગવાનની સીમીત અવસ્થા માન્ય નથી. જે વીતરાગ તે અમારા ભગવાન. સૌથી મહત્વનો નવકાર છે. એમાં પણ કોઇ વ્યક્તિને નમસ્કાર નથી. ગુણોને નમસ્કાર છે. ગુણોની પૂજા છે. દોષો જેને સંપૂર્ણ તપા નષ્ટ થઇ ગયા છે તે ભગવાન અને તમે પણ જો અથવા તો વિશ્ર્વનો કોઇપણ વ્યક્તિ દોષોનો સંપૂર્ણ ખાતમો કરી દે તો એ પણ અમારા ભગવાનએ પણ પરમાત્મા…
હવે વાત આવે છે ગુરુની… પરમાત્માનાં દોષો સુંપૂર્ણ નષ્ટ થઇ ગયા છે અને જેના દોષો ક્ધટ્રોલમાં આવી ગયા છે, પ્રગટ થતા નથી, ૨૪ કલાક ગુણોના આધારે જીવન જીવે છે, એ અમારા ગુરુ. ગુણોના આધારે જીવે તે માણસ આનંદમાં હોય. આનંદમાં હોય તેને પાપ કરવાની જરૂર નથી. એટલે કે નિષ્ણાપ જીવન, ૨૪ કલાક બારે મહિના, હોલ લાઇફ સુખમય જીવન જીવનારા અમારા ગુરુ.. દુ:ખનું કારણ દોષો છે. દોષો છે એટલે મન દુ:ખી થાય છે. અને તેના કારણે પાપી બો છે. ખોટાકામ કરે છે. એટલે જો દુ:ખ ન થયું હોય તો તેના કારણરૂપ દોષોને ટેકો આપનારા ઘટકોને દૂર કરવા જોઇએ. એ છે સંસારના પદોર્થો. તેના કારણે દોષને પોષણ મળે ને માણસ દુ:ખી થાય છે. એટલે દોષોને ટેકા આપનાર એકપણ પદાર્થોને ન રાખે તે અમારા ગુરૂ. ટીવી, મોબાઇલ, ગાડી, સ્ત્રી, પૈસો વિ. સંસારનો એક પદાર્થ ન રાખે તે અમારા ગુરુ… આજે ઘણા એવું બોલતા થાય છે કે સમાજનું ખાઇને સમાજ માટે કાઇં કરતા થી, એવા આ સાધુઓ સમાજ પર ભારરૂપ છે. પોતાની જવાબદારીથી ભાગનારા ભાગેડુ છે. ભાઇ! ભૌતિક જગતમાં સૌથી ટોચના વડાપ્રધાન છે, તેના ખાવા-પીવાની, રેવાની વિ. બધી જવાબદારી કોણ વહન કરે છે? દેશના નાગરીકો કેમ? કારણ કે ભૌતિક સંરક્ષણ પૂરૂં પાડે છે. તો, દેશનો એક વ્યક્તિ એવું બોલતો નથી કે અમે વડાપ્રધાનનું કરીએ છીએ.. ના, વડાપ્રધાન અમારું બધું કરે છે. કારણો ભૌતિક સંરક્ષણ આપે છે. પરંતુ ભૌતિક સંરક્ષણ પામ્યા પછી પણ માણસ જો અંદરથી ખરાબ હશે તો સુખી નહીં હોય. ઉલ્ટાનો બીજાને પણ સુખી રહેવા નહી દે. અંદરથી સારા બનાવવાનું, મનને શાંત કરવાનું કામ તે સાંધુ-સંતો કરે છે. અને જો સાધુના સંપર્કથી, તેના આચારોને જોઇને, તેના સદ્ઉપદેશથી એક માણસ પણ સારો બને પછી સમગ્ર વિશ્વમાં કોઇને નુકશાન નહીં પહોંચડે. તેની માટે પોલિસ, કોર્ટ, જેલ વિ. ના ખર્ચા સમાપ્ત થઇ જશે. તમે તટસ્થપણે વિચારશો તો સદ્ગુરુઓ, ઉતમ સાધુ-સંતો જ સમાજની સર્વશ્રેષ્ઠ સેવા કરે છે. સૌથી સારું આઉપોટ આપે છે. અને એની સામે સમાજ પાસેથી નણ્ગ્ય ચીજ લે છે. એ પણ સામેવાળાને આપવાની ઇચ્છા હોય, તેને તકલીફ ન પડે એ પ્રમાણે ગ્રહણ કરે.. એવા સાધુઓ જ જૈન શાસનના ગુરુ…અને ધર્મ.. એટલે જેનાથી દોષો જાય તે કરવું તે ધર્મ. મારું એ સારું એવું જૈન શાસન કહેતું નથી. પરંતુ આ વિશ્ર્વમાં જેટલું પણ સારું છે. યુનિવર્સલ લો છે, જેનાથી પણ વિશ્ર્વનું ભલું થતું હોય તે બંધુ જ સારુંએ અમને માન્ય છે. તમે પણ કોઇપણ વાત લાવો, પ્રૂફ કરી આપો કે આનાથી વિશ્ર્વનું, સમાજનું દેશનું ભલુ થાય એમ છે તે અમને માન્ય છે. તેજ અમારો ધર્મ છે. માટે જૈન ધર્મએ વિશ્વધર્મ છે.