ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત વેળાએ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ, નવનિયુકત પ્રમુખે સોમનાથ મહાદેવ સમક્ષ શિશ ઝુકાવ્યું
સી.આર.પાટીલ સાંજે જુનાગઢની મુલાકાત લઇ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે ગુરૂવારે ખોડલધામ દર્શન કરી રાજકોટની મુલાકાતે રાત્રી રોકાણ કરી શુક્રવારે રાત્રે ચોટીલા જશે
પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેનો તાજ ગ્રહણ કર્યા બાદ સી.આર. પાટીલ પ્રથમ વખત સૌરાષ્ટ્ર પધાર્યા છે. તેઓની ચાર દિવસીય આ મુલાકાતથી કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાવો છે. પ્રથમ તેઓ ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે પધાર્યા છે. જયાંથી તેઓ જુનાગઢ, રાજકોટ અને બાદમાં સુરેન્દ્રનગરની મુલાકાતે જવાના છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજથી ચાર દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે પધાર્યા છે. તેઓ ગતરાત્રે ૧૦ કલાકે ગાંધીનગરથી સાસણગીર જવા રવાના થયા હતા. જયાંથી તેઓ આજે સવારે સોમનાથ મંદિરે પહોચ્યા હતા. અહિ તેઓએ સોમનાથ દાદાના દર્શન તેમજ પૂજન અર્ચન કર્યુ હતું.
સાથે હમીરસિંહજી ગોહિલ અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. જયા તેઓએ સ્થાનીક અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા બેઠક પણ યોજી હતી. બાદમાં બપોરે તેઓ જુનાગઢ જવા રવાના થયા હતા. આ દરમિયાન વેરાવળ, કેશોદ અને વંથલી ખાતે તેઓનું સ્થાનીક ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ સાંજે જુનાગઢ ખાતે અગ્રણીઓની બેઠક યોજવાના છે. બાદમાં ત્યાં જ તેઓ રાત્રી રોકાણ કરવાના છે.
ત્યારબાદ ગુરૂવારના રોજ તેઓ સવારે જીલ્લા સંગઠન ચુંટાયેલા તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાના છે બપોર બાદ તેઓ જુનાગઢથી પ્રસ્થાન કરી જેતપુર પહોચશે. જયાં તેઓનું સ્વાગત કરવામાં આવનાર છે. બાદમાં ખોડલધામ દર્શન કરી તેઓ ગોંડલ ખાતે હોલ્ટ પાડીને રાજકોટ પહોચશે. અહિ તેઓ પત્રકાર પરિષદ યોજી બેઠકોનો દોર ચલાવશે. બાદમાં અહીં તેઓ રાત્રી રોકાણ કરી શુક્રવારે સાંજે ચોટીલા જવા રવાના થવાના છે. ચોટીલા રાત્રી રોકાણ બાદ શનિવારે સવારે ઝાંઝરકા, લીંબડી જશે સાથે સવગણ મંદિરના દર્શન કરશે. બાદમાં ધંધુકા, બગોદરા અને બાવળા થઇને તેઓ સુરત જવા રવાના થશે.
કાર્યકર્તાઓએ ફોડેલો ફટાકડો પાટીલની આંખ પાસે આવીને ફૂટતા તેઓને હોસ્પિટલ લઈ જવાયા
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઆએ આજે ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાત કરી છે. ઉપરાંત પ્રવાસ દરમિયાન અલગ અલગ જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા એક ફટાકડો સી આર પાટીલની આંખ પાસે ઉડીને ફૂટ્યો હતો અને તેમને આંખમાં અસહ્ય દર્દ શરૂ થયું હતું.સી આર પાટીલની આંખમાં અસહ્ય બળતરા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સી આર પાટીલની આંખમાં તાત્કાલિક દવા નાખવામાં આવી હતી. જેને લીધેસી આર પાટીલને આંખની બળતરાથી મહદઅંશે રાહત મળી હતી.
રાજકોટ નગરીમાં હોર્ડિગ્સ બેનરનો અદભૂૂત નજારો
રંગબેરંગી ફૂગ્ગાઓ-આતશબાજી સાથે પાટીલને વધાવવા શહેર ભાજપ સજજ નવનિયુકત પ્રદેશ પ્રમુખના રાજકોટમાં બે દિવસ ભરચકક કાર્યક્રમો: રાસમંડળીની રમઝટ અને દેશભકિતના ગીતો સાથે ૫૦૦થી વધુ સ્કૂટરો રેલીમાં જોડાશે
૨ાજકોટ ખાતે પ્રદેશ ભાજપના નવનિયુક્ત સી.આ૨. પાટીલ પધા૨ી ૨હયા હોય ત્યા૨ે ભા૨તીય જનતા પાર્ટી એ કાર્યર્ક્તા આધા૨ીત અને કેડ૨બેઈઝ પાર્ટી હોય શહે૨ ભાજપમાં અદમ્ય ઉત્સાહ સો તેમના આગમનને વધાવવા પૂ૨જોશથી તડામા૨ તૈયા૨ીઓનો પ્રા૨ંભ થઈ ગયો છે. ત્યા૨ે આગામી તા.૨૦/૮ અને તા.૨૧/૮ના ૨ોજ પ્રદેશ પ્રમુખ સી.આ૨.પાટીલજી ૨ાજકોટ મહાનગ૨ ખાતે પધા૨ી ૨હયા હોય. તા.૨૦/૮ ના ૨ોજ ગોંડલ ચોકડી ખાતે સાંજે પ:૦૦ કલાકે તેમના આગમનને વધાવવા પ૦૦ થી વધુ સ્કૂટ૨ો ૨ેલીમાં જોડાશે સાોસા ૨ંગબે૨ંગી ફૂગ્ગાઓ, ફટાકડા, આતશબાજી અને ડી.જે.-બેન્ડની સુ૨ાવલિઓ સો દેશભક્તિના ગીતો, પ્રાચીન ૨ાસમંડળીની ૨મઝટ સો પ૦૦ થી વધુ સ્કૂટ૨ો ગોંડલ ચોકડી થી આત્મીય કોલેજ સુધીની ૨ેલીમાં જોડાવાના છે. ત્યા૨ે તા.૨૦/૮ ના સાંજે ૬:૦૦ કલાકે આત્મીય સંકુલ ઓડીટો૨ીયમ ખાતે અભિવાદન સમા૨ોહ અને તા.૨૧/૮ ના બપો૨ે ૩:૦૦ કલાકે ૨ાણીંગાવાડી ખાતે સંગઠનાત્મક, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યર્ક્તાઓ સાથે બેઠક નું આયોજન હોય. આ કાર્યક્રમને સફળ બનાવવા શહે૨ ભાજપ દ્વારા તડામા૨ તૈયા૨ીઓ ચાલી ૨હી હોય, શહે૨ભ૨માં કેસ૨ીયો માહોલ છવાયો છે. અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આ૨. પાટીલ પ્રમવા૨ ૨ાજકોટ ખાતે પધા૨ી ૨હયા હોય શહે૨ ભાજપના તમામ કાર્યર્ક્તાઓ તેમના આગમનને વધાવવા સજજ બન્યા છે અને સી.આ૨. પાટીલને ૨ાજકોટ ખાતે ભ્યાતિભવ્ય ૨ીતે સત્કા૨વા શહે૨ ભાજપ દ્વારા તડામા૨ તૈયા૨ીઓ અંતિમ ચ૨ણમાં ચાલી ૨હી છે.
શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડ પ્રદેશ ભાજપના નવનિયુક્ત સી.આ૨. પાટીલ પધા૨ી ૨હયા હોય ત્યા૨ે ભા૨તીય જનતા પાર્ટી, ૨ાજકોટ મહાનગ૨ દ્વારા તેમના આગમનને વધાવવા તડામા૨ તૈયા૨ીઓને આખ૨ી ઓપ અપાઈ ૨હયો છે ત્યા૨ે સૌ૨ાષ્ટ્રના પાટનગ૨ અને વિકાસશીલ સ્માર્ટસીટી ૨ાજકોટ મહાનગ૨ના મુખ્ય ૨ાજમાર્ગો પ૨ સી.આ૨. પાટીલના આગમનને વધાવતા આકર્ષક હોડીંગ્સ- બેન૨- કટઆઉટનો અદ્ભૂત નજારો રચાયો છે. સાોસા પાર્ટીના ઝંડી-ઝંડાથી શહે૨ભ૨માં કેસ૨ીયો માહોલ છવાયો હોય શહે૨ના ૨ાજમાર્ગો નયન૨મ્ય નજા૨ાી દૈદીપ્યમાન થાય છે.