આઇપીએલમાં સ્પોન્સરસીપ મેળવવામાં બાયજુ અને યુનાટેડેમીની સામે ડ્રીમ-૧૧ ‘બાજી’ જીતી
દરેક વસ્તુના આતિરેકની આડ અસર રહી છે તેમ જેન્ટલમેન ગેમ ક્રિકેટને ટી-૨૦ના ફોરમેટ સાથે આઇપીએલ ટુર્નામેન્ટ શરૂ થતાની સાથે જ ક્રિકેટમાં સટ્ટાની સટાસટ્ટી શરૂ થયા છે. જુગારના આતિરેકની આગામી સમયે કેટલી ખરાબ અસર થશે અને તેના વિપરિત પરિણામ શુ આવશે તે સર્વવિદિત છે. આઇપીએલની સ્પોન્સરસીપ ધરાવતી ચીનની વિવો કંપનીને દુર કરવામાં આવતા બાયજુ, યુનાટેડેમીની અને ડ્રીમ-૧૧ વચ્ચે આઇપીએલની સ્પોન્સરસીપ મેળવવા સ્પર્ધા જામી હતી
ગમે તે વાતનો અતિરેક હમેશા અંત તરફ લઇ જતું હોય છે જેમ કે બ્રાઝીલમાં વધુ પડતું ડ્રગ્સ, રાજકારણમાં ગુંડાગીરી તેના જીવતા જાગતા ઉદારણ છે. ગુંડાગીરીથી ચૂંટણી જીતવા કરતા ગુંડાએ જ ચૂંટણીમાં ઉભા રહી વિજેતા બની મસલ પાવર સાથે પોલીટીક પાવર ધરાવતા થતા હોય છે. જેના પરિણામે લોકશાહીનો અંત થાય છે. તેમ જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટમાં જુગાર ભળતા ક્રિકેટને જેન્ટલમેન ગેમ કંઇ રીતે ગણવી તેવો સવાલ ઉભો થયો છે.આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટના ચીનની વિવો કંપની મુખ્ય સ્પોન્સરસીપ હતી પરંતુ તેને હટાવવાની ફરજ પડતા ફરી સ્પોન્સરસીપ મોટ બાયજુ, યુનાકેડેમીની અને ડ્રીમ-૧૧ વચ્ચે મુખ્ય સ્પર્ધા થઇ હતી. જોકે આ સ્પોન્સરસીપ માટે ટાટા ગૃપે પણ રસ દાખવ્યા બાદ તે મેદાનમાંથી હટી ગયા હતા.
ડ્રીમ-૧૧ રૂા.૨૨૨ કરોડની બોલી સાથે સ્પોન્સરસીપની બાજી જીતી લીધી છે. જો કે, ડ્રીમ-૧૧ કાલ્પનીક ગેમમાં માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. ક્રિકેટ, કબડી, ફુટબોલ અને હોકી જેવી ગેમની કાલ્પનીક ગેમમાં પરિવર્તીત કરી અનેક ખેલીઓને કરોડોમાં હાર-જીત કરાવે છે તે હવે વાસ્તવીક રીતે ક્રિકેટમાં હાર-જીત કરાવશે, ડ્રીમ-૧૧ની કાલ્પનીક ગેમને જુગાર ગણી તેના પર પ્રતિબંધ લાદવા અંગે માગ ઉઠી હતી અને સુપ્રીમ કોર્ટ સુધી પહોચેલા પ્રકરણના અંતે તેને કાલ્પનીક ગેમમાં હાર-જીતને કાયદેસરતા મળી હતી.
કાલ્પનીક ગેમના ઓઠા તળે ચાલતી હાર-જીત હવે ડ્રીમ-૧૧ વાસ્તવીક અને જેન્ટલમેન ગેમ ક્રિકેટ ટૂર્નામેન્ટ આઇપીએલની સ્પોન્સરસીપ મેળવી લીધી છે. આઇપીએલ માત્ર જુગાર માટે જ રમાતી હોવાની ટૂર્નામેન્ટ તરીકે કુખ્યાત બની છે. અને દર વર્ષે આઇપીએલમાં કરોડોના સટ્ટાની સટ્ટાસટી થતી હોય છે. ત્યારે આ ટૂર્નામેન્ટની સ્પોન્સરસીપ પણ ડ્રીમ-૧૧ને મળવતા હવે ક્રિકેટને જેન્ટલમેન ગેમ કંઇ રીતે ગણવી તેવો સવાલ થઇ રહ્યો છે. ખેર ખેલદીલી સાથે આઇપીએલ ટૂર્નામેન્ટ રમવામાં આવે તેવું ક્રિકેટ રસિકો ઇચ્છી રહ્યા છે. આઇપીએલમાં આવતા વર્ષે ફરી વિવોને સ્પોન્સરસીપ નહી મળે તો આગામી ત્રણ વર્ષ માટે ડ્રીમ-૧૧ આઇપીએલની સ્પોન્સરસીપ જાળવી રાખશે તેમ આઇપીએલ ગર્વનીંગ કાઉન્સીલના અધ્યક્ષ બ્રીજેશ પટેલે જણાવ્યું છે.