રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ દ્રારા સાવચેતી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી. વેરાવળના હિરણકાંઠા વિસ્તાર, ત્રિવેણી સંગમ, સોનારીયા અને મંડોર, સવની સહિતના ગામમાં એનડીઆરએફની ટીમ દ્રારા પુરની સ્થિતિમાં સાવચેત કરવા અને બચાવ કામગીરી માટે લોકોને વાકેફ કરાયા હતા. કુદરતી આફતના સમયે સૌ પ્રથમ બચાવ કામગીરી કરી માનવ જિંદગી કઈ રીતે બચાવવી તે માટે જરૂરી માહિતી આપી હતી. એનડીઆરએફના ૨૫ સભ્યોની ટીમ દ્રારા બચાવ કામગીરી માટે કાર્યરત છે. આ કામગીરીમાં મામલતદાર ચાંદેગરા સહભાગી થયા હતા.
Trending
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!