વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થતા રોષ:ભાજપ રાજમાં વેપારીઓની દુર્દશા થયાનો આરોપ

મોરબીના બિઝનેસ હબ સમા લાતીપ્લોટ વિસ્તાર પ્રત્યે પાલિકાથી લઇ ભાજપના ધારાસભ્ય અને સાંસદ સુધીના લોકો દ્વારા ઓરમાયું વર્તન દાખવી આ વિસ્તારના રોડ-રસ્તાતો ઠીક પાણી નિકાલની સમસ્યા દૂર કરવામાં ન આવતા ચૂંટણીના આ વર્ષમાં વેપારીઓમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે અને કાયમ ભાજપની પડખે રહેતા લાતીપ્લોટ દ્વારા હવે પરિવર્તન કરવા નવા જૂની ના મૂળ માં છે. મોરબીના લાતીપ્લોટ વિસ્તારને ભાજપનો ગાઢ ગણવામાં આવે છે પરંતુ ભાજપને ખોબલે-ખોબલે મત આપતા વેપારી,ઉદ્યોગપતિઓને વર્ષોથી સાફ સફાઈ,ગટર,રાડ-રસ્તા,અને સ્ટ્રીટ લાઇટના IMG 20170801 WA0040પ્રશ્ને સતત અન્યાય થઇ રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભારત હોવાથી અહીં ધંધા રોજગાર ધરાવતા લોકો સ્થાનિક સત્તાધીશોની લાપરવાહ નીતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ત્રણ દિવસ થી વરસાદ બંધ થવા છતાં હજુ પણ લાતી પ્લોટના શેરી નંબર૨,૬,અને ૭ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમાણા પાણી ભર્યા છે અને લોકોએ પોતાના ધંધા રોજગાર માં મીની વેકેશન જાહેર કરવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે લાતીપ્લોટમાં ભૂતિયા ગેરકાયદે દસ્તાવેજો ના આધારે બની ગયેલા દબાણને કારણે હાલમાં પાણી નો નિકાલ અટક્યો છે આ મામલે અનેકાનેક રજૂઆત કરવા છતાં પાલિકા સત્તાધીશો આવા ગેરકાયદે બાંધકામ હટાવી શક્તિ નથી અને અન્યત્ર લખલૂટ ગંત વાપરતા ધારાસભ્ય ને લાતીપ્લોટ પ્રત્યે સુગ હોય તેમ રોડ-રસ્તા માટે ક્યારેય આગળ આવ્યા ન હોવાનો દ્વારા અલોપ લાગવા આવી રહ્યો છે.વધુમાં વેપારી આલમ દ્વારા ભાજપ રાજમા વેપારીઓની દુર્દશા થવામાં હવે આજ બાકી હતું તેમ કહી અંતમાં અવનારી ચૂંટણી સુધી મૂંગા મોઢે બધું સહન કાર્યા કરશું તેવી માર્મિક ટકોર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.