૧૨૫ વર્ષ પહેલા નિર્માણ થયેલું શિવાલય શહેરનાં પ્રાચીન મંદિરો પૈકી એક છે બાજુમાં કાચબાઓનું મંદિર પણ ભકતજનોમાં આસ્થાનું કેન્દ્ર
જૂના રાજકોટમાં દરબારગઢ બહાર આજી નદીનાં કાંઠે વિવિધ મંદિરો એ જમાનામાં નિર્માર થયા હતા. બેડીનાકા ટાવર બહારના આજના વિસ્તારો શહેરમાં ભળી ગયા છે. પરંતુ વર્ષો પહેલા અહી ઢોર પીઠ ભરાતી જેમાં ગાય, બળદ, ભેંસ જેવા ઉપયોગી પ્રાણીઓવેચાતા હતા. ખડ વેચતા હોય ત્યાં ખડપીઠ કહેવાતી હતી.
૧૨૫ વર્ષ પહેલા આજીનાં કાંઠે ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. વિશાળ પીપળાના વૃક્ષો સાથે પ્રાચિન મંદિર આજે પણ શિવભકતોમાં આસ્થાનું કેન્દ્ર છે. સવાર સાંજ આરતી સાથે બપોરે પખાલ કરવામાં આવે છે. પુજારી કમલેશભાઈ ગૌસ્વામીનો પરિવાર વર્ષોથી આ શિવાલયની પૂજા કરે છે. વર્ષો પહેલા તો અહી જૂનો રોડને આજી નદીનો કાંઠો હતો આજે આસપાસનાં વિસ્તારનાં ભકતજનો સવાર સાંજ અહીં દેવદર્શને આવે છે. અત્યારે કોરોના મહામારીને કારણે સરકારી ગાઈડલાઈન મુજબ મંદિરની વ્યવસ્થા ચલાવાય છે.
આ મંદિરની બાજુમાં ‘કાચબા’ મંદિર આવેલું છે. જયાં એક સમયે ૩૦૦થી વધુ સૂર્યમુખી કાચબાઓ હતા તમે તેને હાથમાં પકડીને ખોરાક ખવડાવી શકો છો. હાલ આ મંદિરમાં ૧૨ જેટલા કાચબા છે. રાજા શાહી વખતે ગઢની રાંગ બહાર આ મંદિરની એ સમયમાં બોલબાલા હતી. અહી પૂજન અર્ચન કરતા પૂજારીના વડવાઓને શોખ હતો તેને કારણે અહી કાચબાઓ છે,જેને કારણે કાચબા મંદિર નામ પડી ગયું. આ મંદિરમાં મહાદેવની ડેરી, હનુમાનજીનું મંદિર સાથે દેવગરબાપુની સમાધી છે. આમદિર ૨૭૫ વર્ષ જૂનુ છે.
જૂના રાજકોટના આ પ્રાચિન મંદિરો પ્રત્યે શિવભકતોમાં અનેરો આદર ભાવ જોવા મળે છે. શ્રાવણી પર્વે છોટુ કાશીસમા રાજકોટમાં વિવિધ શિવાલયો સાથે આ બંને મંદિરોમાંપણ આખો માસ શિવજીના વિવિધ શણગારો સાથે પૂજન અર્ચન થાય છે.