જિલ્લામાં ધરતીનો સળવળાટ શમતો નથી
સપ્તાહમાં ત્રણ આંચકા બાદ બે દિવસમાં વધુ ૯ આંચકા અનુભવાયા
જામનગર જિલ્લાની ધરતીમાં ફરીથી સળવળાટ થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જુદાજુદા ત્રણ વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા પછી છેલ્લાં ૪૮ કલાક દરમિયાન લાલપુરમાં અને જામનગર પંકમાં કુલ ૯ ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની નુકસાનીના કોઈ અહેવાલો મળ્યા નથી.
જામનગર પંથકમાં સાત દિવસ પૂર્વે તેમજ ચાર દિવસ પૂર્વે જામનગરથી ૨૫ કિમી દૂર કેન્દ્રિત સ્થળેથી ભુકંપ આવ્યા બાદ ૧૫ મી ઓગસ્ટ ના બપોરે લાલપુર પંથકમાં ભૂકંપના ત્રણ હળવા આંચકા અનુભવાયા હતા, ત્યાર પછી રાત્રિના સમયે જામનગર અને લાલપુર પંથકમાં વધુ ચાર ભૂકંપના હળવા આંચકા નો અનુભવ થયો હતો. અને થોડો ભય ફેલાયો છે.
રાત્રે સવા કલાકના ગાળામાં આવેલ ચાર આંચકા પૈકી સૌથી મોટી તીવ્રતા ૨.૮ અને ન્યુનતમ તીવ્રતા ૨.૧ રહી છે. ચારેય ભૂકપનું કેન્દ્રબિંદુ કાલાવડ પંથક રહ્યું છે.
જામનગર જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટ ના બપોરે ૨:૨૮, સાંજે ૫:૦૪ અને ૫: ૦૭ વાગ્યે અનુક્રમે ૨.૮, ૧.૫ અને ૩.૭ની તીવ્રતા ધરાવતા ભૂકપ આવ્યા હતા. આ ધરતીકંપ નું કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૯ કિમી દૂર નોંધાયું હતું. જયારે આજે મોડી રાત્રે જામનગરની ધરામાં માત્ર સવા કલાકના ગાળામાં ચાર વખત ચહલ પહલ થતા ભય બેવડાયો છે.
મોડી રાત્રે ૧૧:૧૯ વાગ્યે ૨.૮ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યોં હતો જેનું કેન્દ્રબિંદુ લાલપુરી ૨૯ કિમી દૂર કાલાવડ પંકમાં દુધઈ ગામ નોંધાયું હતું. જયારે એક કલાક બાદ ૧૨:૧૮ વાગ્યે ૨.૨, ૧૨:૨૩વાગ્યે ૨.૪, ૧૨:૨૫ વાગ્યે ૨.૨ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉપરોક્ત આંચકાનું કેન્દ્રબિંદુ લાલપુર નજીક તેમજ કાલાવડ તાલુકાનું બાંગા ગામ નોંધાયું છે. પરંતુ ભૂકપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાની થવા પામી નથી.
ગઈકાલે ૫.૨૮ મીનીટે ૨.૧ ની તીવ્રતાવાળો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો, અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૩ કિ.મી. દૂર કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે જમીની અંદર ૧૦ કિ.મી ઊંડાઇએ મપાયું હતું જયારે રાત્રિના ૧૦ વાગ્યાને ૯ મિનિટે જામનગર થી ૨૭ કિ.મી દૂર કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ૪૮ કલાક દરમિયાન નવ ભૂકંપના આંચકાઓને લઈને લોકોમાં ગભરાટ ફેલાયો છે.