૫૦૦ વિધવા માતાઓને રાશન-ફરસાણ કિટ અપાઈ
શ્રી મેલડી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ તથા કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા દ્વારા જન્માષ્ટમી પર્વે ૩ હજાર પરિવારોને ફરસાણ અને લોટની કિટનું વિતરણ કરાયું હતુ અને ૮૦૦ ગં.સ્વ. માતાઓને રાશન-ફરસાણકિટનું વિતણર કરાયું હતુ.
વોર્ડ નં.૩નાં જાગૃત કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને તેમના પારિવારિક ટ્રસ્ટ શ્રી મેલડી માતાજી એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પછાત અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને ફરસાણની કિટનું વિતરણ કરાયું હતુ.
શહેરનાં પછાત વિસ્તાર એવા પોપટપરા, તિલક પ્લોટ, શ્રધ્ધાનંદનો ખાડો, નરસંગપરા, ૫૩ કવાટર સંતોષીનગર, રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર, મિયાણાવાસ, સ્લમ કવાટર, તોપખાના, પરસાણાનગર, સહિતના વિસ્તારોમાં ૮૦૦ વિધવા માતાઓને મકાઈનાં પૌવા, મમરા, સકકરપારા, ચણાનો લોટ, ઘઉંનો લોટ, તીખા ગાંઠીયા, સહિતની વસ્તુની કીટનું વિતરણ કરાયું હતુ.
સતત પાંચ દિવસથી ચાલતાં આ કાર્યક્રમમાં પોપટપરા રામદેવપીર મંદિર ખાતે તેમજ તિલકપ્લોટમાં આવેલ આંગણવાડી ખાતે મધ્યમ વર્ગ પરિવાર માટે રાહતદરે ફરસાણનાં કાઉન્ટરો પણ ખોલવામાં આવ્યા હતા. જેનો અંદાજીત ૩૦૦૦ પરિવારોએ લાભલીધો હતો.
આ કાર્યક્રમમાં કોગ્રેસના આગેવાનો અશોકસિહ વાઘેલા કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, મુકેશભાઈ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, મુકુન્દભાઈ ટાંક, રિલબેન રાઠોડ, નીલરાજ ખાચર, ગૌરવભાઈ પૂજારા, એડ તુષારભાઈ દવે, વિગેરે ઉપસ્થિ રહી કાર્યને બીરદાવ્યું હતુ.
આ કાર્યને સફળ બનાવવા સ્થાનિક કાર્યકરો શૈલેષભાઈ દલવાડી, કિશોરભાઈ મકવાણા, સંજયભાઈ સોલંકી, સતિષભાઈ બોહકિયા તિલક પ્લોટનાં કાર્યકરો મિલિનભાઈ પરમાર, લક્ષ્મણભાઈ સોલંકી, દેવજી રાઠોડ રઘુનંદન સોસાયટીના બહેનો દક્ષાબેન, હંસાબેન સંગીતાબેન, હંસાબા, તેમજ અન્ય કાર્યકરો પ્રવિણભાઈ જીસાનભાઈ ચંદ્રવદનભાઈ ડોડીયા, અને સીતાપરા હાર્દિકભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.