સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને રાહત દરે મીઠાઇ વિતરણનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે દિવાળી હોય કે જન્માષ્ટમી હોય પ્રસંગોને અનુરૂપ દર વર્ષે રાહત દરે મધ્યમ વર્ગના પરિવારો માટેનું ભવ્ય આયોજન સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી દ્વારા હાથ ધરવામાં આવે છે ત્યારે વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના મહામારીનો ભયંકર રોગચાળો પ્રસરી ગયો છે ત્યારે મંદિર ખાતે શુદ્ધતા સાથે અને સ્વચ્છતાની દેખરેખ હેઠળ તમામ પ્રકારની મીઠાઈઓ તેમજ ફરસાણ બનાવવામાં આવી રહ્યું છે. સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષી અને કોઇપણ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર મીઠાઈ અને ફરસાણનું વેચાણ હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી ગ્રાહકોને રાહત દરે આપવામાં આવશે. મંદિર ખાતે રાહત દરે વેચાતી મીઠાઈનો લાભ દરેક પરિવારજનો લઈ શકે છે. પોતાના પરિવારને શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ મીઠાઈઓ ખરીદીને તહેવારની ઉજવણી કરી શકે છે.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો