જન્માષ્ટમીએ ઘેર બેઠા ઓનલાઇન દર્શન નિહાળવવા પડશે
મહામારીએ તહેવારોને ગ્રહણ લગાડયું: આ વર્ષે તહેવારોની ઉજવણી ફીકી પડી, બજારોમાં મંદી, જન્માષ્ટમીએ ભાવિકો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ
કોરોના મહામારી વચ્ચે આ વર્ષે તહેવારોની ઉજવણી ઝાંખી પડી ગઇ છે. તહેવારોને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે ખાસ કરીને આ વર્ષે સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે જન્માષ્ટમી નિમિતે મંદિરોમાં ભાવિકોને પ્રવેશ નિષેધ કરાયો છે આ વર્ષે ભકતજનોએ ઘેર બેઠા ઓનલાઇન કૃષ્ણ જન્મોત્સવ નિહાળવા પડશે.
આજે શ્રાવણ વદ સાતમની ઉજવણી પણ કોરોનાને કારણે ફીકી પડી છે મંદિરોમાં પણ બહેનોની પાંખી હાજરી જોવા મળી હતી મોટા ભાગની બહેનોએ ઘેર બેઠા પાણિયારે દીવો પ્રગટાવી શીતળા માનું પુજન કરી વ્રત કર્યુ હતુ. દર વર્ષે સાતમને ટાણે શિતળા મંદીરોમાં બાળકો સહિત બહેનોના ટોળા ઉમતા હોય છે જે આ વર્ષે નહિવત જોવા મળ્યા હતા.
મહામારીના પગલે આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત જયત મંદિર દ્વારકાધીશમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પાંખી જોવા મળશે. તહેવારોમાં ભાવિકોની ભીડ વધુ થતી હોવાથી આ વર્ષે દ્વારકાધીશ સહિતના સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. માત્ર પૂજારી પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે ભાવિકો માટે ચાર દિવસ મંદિરો બંધ રહેશે.
જન્માષ્ટમીએ ઘેર બેઠા ઓનલાઇન દર્શન નિહાળવવા પડશે
આજે શીતળા સાતમ, બુધવારે કૃષ્ણ મહોત્સવની ઉજવણી મહામારીએ તહેવારોને ગ્રહણ લગાડયું: આ વર્ષે તહેવારોની ઉજવણી ફીકી પડી, બજારોમાં મંદિ, જન્માષ્ટમીએ ભાવિકો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ
સાતમ નિમિતે મંદિરોમાં મહિલાઓની હાજરી નહીંવત
શ્રાવણ માસ દરમ્યાન બોળચોથથી જ જન્માષ્ટમી પવસ્ની ભાવીકો દ્વારા શાનદાન ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન શિતળા સાતમના પર્વે શિતળા માતાજીના મંદિરોમાં માતાજીના પૂજન, અર્ચન માટે મહિલાઓના ઘોડાપુર જોવા મળતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં આજે શિતળા સાતમ હોય મંદિરોમાં પણ મહિલાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. શિતળા માતાજીનું પુજન અર્ચન ઘરે જ કરવાનું મહિલાઓએ ઉચીત માન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં જન્માષ્ટમી ૬ દિવસીય પર્વની ધમાકેદાર ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોના મહામારીએ આ પર્વો નું વાતાવરણ કંઇક ફિડકુ લાગી રહ્યું છે.
દ્વારકામાં શ્રીજીના શ્રૃંગાર દર્શન સમય
* ૧રમીએ મંગળા આરતી દર્શન – સવારે ૬.૦૦ કલાકે
* સ્નાન દર્શન ૮.૦૦ કલાકે
* શ્રૃંગાર આરતી ૧૧.૦૦ કલાકે
* સંઘ્યા આરતી દર્શન સાંજે ૭.૩૦ કલાકે
* કૃષ્ણ જન્મોત્સવ આરતી દર્શન રાત્રિના ૧૨.૦૦ કલાકે
* ૧૩મીએ પારણા ઉત્સવ દર્શન ૭.૦૦ કલાકે
* ઉત્થાપન દર્શન સાંજે ૫.૦૦ કલાકે
* સંઘ્યા આરતી દર્શન ૮.૩૦ કલાકે
બુધવારે કૃષ્ણ જન્મોત્સવ ૧૩મીએ પારણા નોમ
દ્વારકાધીશ મંદિરમાં બુધવારે કૃષ્ણ જન્મોત્સવ અને ગુરુવારે પારણા નોમ ઉત્સવ ઉજવાશે ચાર દિવસ ભાવિકો માટે પ્રવેશ બંધ હોવાથી ઓનલાઇન દર્શનની વ્યવસ્થા ગોઠવાઇ છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને આખરી ઓપ અપાઇ ચૂકયો છે.
દ્વારકાનું મંદિર રોશનીના શણગારથી ઝળહળી ઉઠયું છે.
પૂજારી પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જેનો લાભ ભાવિકો ઘેર બેટા લઇ શકશે.