સંકલન સમિતિમાં ફાયર સેફટીના પ્રશ્ર્નો મુકાતા મનપામાં ખળભળાટ: ધારાસભ્ય જોશીએ મનપા કમિશનરને પાઠવ્યો પત્ર

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ મનપાના કમિશનરને પત્ર પાઠવી આ વખતે સંકલન સમિતિમાં જુનાગઢની કેટલી હોસ્પિટલ, શાળાઓ, હોસ્ટેલો, તથા હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયરસેફ્ટી ની એનોસી અપાય છે ? તથા હાલમાં કેટલી જગ્યાએ આ સિસ્ટમ કાર્યરત છે ? તેની સ્થળ ખરાઇ કરી સંકલન સમિતિમાં આ મુદ્દો મૂકી, સ્થળ ખરાબનો રિપોર્ટ આપવાની માંગ કરતાં મનપા માં ખળભળાટ મચી જવા પામ્યો છે, કારણકે જુનાગઢ ફાયર સેફ્ટી બાબતે સાવ લુલું લૂગડું છે અને  જ્યારે સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવાના આદેશ થાય છે ત્યારે અધિકારીઓ સફાળા જાગી કાર્યવાહી કરે છે પરંતુ બાદમાં કોઈ પણ કારણોસર ઘીના ઠામમાં ઘી પડી જતું હોવાથી આ વખતે મનપા ના અધિકારીઓ અને પદાધિકારીઓ હવે આ બાબતે શું કરવું ? કેમ કરીશું.? તે અંગે ચર્ચા વિચારણા કરતા થઈ ગયા હોવાની મનપાની લોબીમાં કાન સુખી થઈ રહી છે.

સુરતના કોચિંગ ક્લાસીસમાં ઘટેલી આગની ઘટના અને આગમાં જીવતા ભુંજાય ગયેલા બાળકો બાદ સરકાર સફાળી જાગી હતી, ફટાફટ આદેશો થયા હતા, તંત્ર પટા ઝાટકીને તપાસમાં વળગ્યું હતું, અનેક સ્કુલ કોલેજો અને ક્લાસિસો બંધ કરાવાયા હતાા અને આખરી નોટિસો પાઠવી દેવામાં આવી હતી, ત્યારે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ  મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પણ કંઇક આવ જ કરવામાં આવેલ હતો પરંતુ બાદમાં તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસીસ, રાબેતા મુજબ શરૂ થઈ ગયા હતા.

જુનાગઢની મોટા ભાગની ખાનગી હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી. સર્ટીફીકેટ ન હોવાની અને જ્યાં છે ત્યાં ચાલુ નથી ત્યારે જાહેર જનતાના હિતમાં ફાયર એન.ઓ.સી. સર્ટીફિકેટની ખરાય થાય તેવી ભાજપે શાસિત જૂનાગઢ મનપાના કમિશનરને ભાજપના જ અગ્રણીઓ દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.

ત્યારે આજે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ મનપા કમિશનર ને એક પત્ર પાઠવી  આ વખતે મનપાની સંકલન સમિતિની બેઠકમાં ફાયર સેફટી અંગે વિવિધ પ્રશ્નો મુકતા મનપામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોશીના આ પત્ર બાદ જૂનાગઢ મનપામાં હલચલ મચી જવા પામી છે, અને હવે શું કરવું? કેમ કરશું ? એ અંગે અત્યારથી જ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિચાર-વિમર્શ અને ચર્ચા વિચારણા થઈ રહી હોવાનું મનપા વર્તુળમાંથી સંભળાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.