આપણા ગ્રંથોમાં ઉપરની સાત નગરીઓને મોક્ષદાયિની ગણાવી છે પ્રથમ નગરી અયોધ્યા, અવધપુરી કે કૌશલપૂર જેવા નામો પણ ધરાવે છે. પ્રાંત: કાળે ઉઠીને આ સાત નગરીનાં નામો યાદ કરતાં પણ દિવસ સુધરી જાય છે. ભારતનાં સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક તથા સામાજીક સંદર્ભોમાં અયોધ્યાનું સ્થાન અનોખું છે. અયોધ્યાનો અર્થ થશય છે કે જયાં યુધ્ધ ન થાય તેવી નગરી એટલે જ અયોધ્યા રામાયણ કાળમાં અયોધ્યાનું મહત્વ સવિશેષ હતું. આજે ભારે વાદવિવાદો, રામજન્મભૂમિ કે રામજી મંદિરના પ્રશ્ર્ને અયોધ્યા ચારે બાજુ ઘેરાયે છે. પરંતુ પવિત્ર જન્મભૂમિ કે સ્થળના નાતે, ઐતિહાસીક ધરોહરની દ્રષ્ટિએ આખું વર્ષ લોકો અહી આવતા રહે છે. માગશરમાં રામ-સીતાના વિવાહના દિને તથા રામનવમીએ અહી સખ્ત ભીડ રહે છે અયોધ્યા રેલવે સ્ટેશન છે. પરંતુ પ્રમાણમાં અહી ઓછી અવર જવર જોવા મળે છે. અવધ સામ્રાજય હતુ ત્યારે પાટનગર ફૈઝાબાદ હતુ. ફૈઝાબાદ અને અયોધ્યા આજના જોડિયા જાહેર છે.ેધ્યાની વસ્તી ચારથી પાંચ લાખની ગણાય અહી ચંદનમાળા, પુષ્પો, પ્રસાદી તથા મીઠાઈની દુકાનો પુષ્કળ છે. અયોધ્યામાં ઉંચા મકાનો કે મોટી ફેકટરીઓ ખૂબજ ઓછી જોવા મળે છે. પ્રભુ શ્રી રામે જળસમાધિ લીધેલી તે સરયુંનો ગુપ્તાર ઘાટ અયોધ્યામાં નહી પણ ફૈઝાબાદમાં છે. અયોધ્યામાં ૩૦%થી વધુ દુકાનો મીઠાઈની જોવા મળે છે. સમોસા સાર્વત્રિક મળતો નાસ્તો છે. ગંગા પહેલા પૃથ્વીને પાવન કરતી સરયું નદીનું અનોખું મહત્વ છે. જૈન ધર્મના ચાર તિર્થકરોનો જન્મ અયોધ્યામાં થયો હતો. તુલસીદાસે રામચરિત માનસમાં અયોધ્યાને અષ્ટસિધ્ધિ પ્રાપ્ત કરાવતી નગરી તરીકે વર્ણવી છે. અયોધ્યા નગરીનું નિર્માણ સ્વયં મનુ મહારાજે કરેલ હતું. અયોધ્યાની ભૂમિ પાવન, પવિત્ર અને પ્રાચિન છે.અયોધ્યામાં અનેક રામજી મંદિરો આવેલા છે. દરેક મંદિરે પ્રભુ શ્રી રામ અલગ અલગ મુદ્રાઓમાં જોવા મળે છે. અયોધ્યામાં અનેક સ્થળો જોવાલાયક છે. રામઘાટ અથવા રામકી પેડી મહત્વની જગ્યા છે. નાગેશ્ર્વર નાથનાં દર્શન થકી ભકતો ધન્ય થઈ જાય છે. કુશે સર્વ પ્રથમ આ મંદિર બંધાવેલ તેવી માન્યતા છે. એક સમયે રામજીની વિદાય વખતે અયોધ્યા વેરાન બની હતી. બ્રહ્માજી પણ અયોધ્યામાં આવ્યા હતા. અને બ્રહ્મકુંડનું નિર્માણ કરાવ્યું હતુ. લક્ષ્મણઘાટ ભાતૃપ્રેમનાં દ્રષ્ટાંતની નિશાની છે. કનકભવન રાજારામનું અંત:પૂર હતુ જે પ્રભુ શ્રી રામે સીતાજીને તેમન વિવાહ બાદ ભેટ આપ્યું હતુ. અયોધ્યાના રાજમહેલમાં આજે મંદિર છે. રાજા રામનો રાજયાભિષેક અહી થયો હતો. પ્રભુશ્રી રામના જન્મ સમયે ચારેય વેદો મનુષ્ય રૂપે અહી જ પ્રગટ થયા હતા. અને શ્રી રામને આશીર્વાદ આપ્યા હતા. અયોધ્યામાં હનુમાનગઢી સુંદર તથા પવિત્ર જગ્યા છે. હનુમાનગઢી જોયા વિના જે જાય તેની યાત્રા અધુરી ગણાય છે. પ્રભુ શ્રી રામે સરયુમાં અંતિમ વિદાય લીધી હતી. ત્યારે શ્રી હનુમાનજીને અયોધ્યાની રાજગાદી તથા રાજમુકુટ અહી જ સોંપ્યો હતો. તેવી લોકવાયકા છે. અહી સ્વર્ગઘાટ છે. ત્યાં પિડદાનનો અનેરો મહિમા છે. પ્રભુ શ્રી રામે અયોધ્યામાં ૧૧૦૦ વર્ષો રાજ કર્યું હતુ રામજન્મભૂમિ ન્યાસ નૂતન મંદિરનાં નિર્માણનું કાર્ય અત્યારે ચાલુ છે.
Trending
- જીવન જરૂરીયાતની વસ્તુઓમાં કમ્મરતોડ ભાવ વધારો આવી રહ્યો છે
- ગુજરાતમાં 17 સ્થળોએ શ્રમિક બસેરા યોજના હેઠળ આવાસ બનાવવામાં આવશે
- ‘ઉજળી’ કંપનીઓના નામે કાળો કારોબાર ધમધમ્યો: 4500 કરોડનું હવાલા કૌભાંડ
- HMD આર્ક સાથે માર્કેટમાં કરશે રી-એંટરી…
- અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન કરી લોન્ચ
- વિશ્વની પહેલી બેટરી જે ચાલે સદીયો સુધી…
- સમગ્ર દેશમાં ‘ઇ- પાસ સિસ્ટમ’ની શરૂઆત કરવામાં ગુજરાત પ્રથમ
- New Year 2025 Vastu Tips: નવા વર્ષના પહેલા દિવસે તુલસીનો છોડ લગાવો, ઘરમાં થશે દેવી લક્ષ્મીનો વાસ