સાતમ આઠમમાં આમ તો બધાના ઘરે નાસ્તો અને મીઠાઈ સામાન્ય રીતે બનતી જ હોય છે. તેમાં પણ નાળિયેરના લાડુ તો બધાના ઘરે બનતા જ હોય છે તો આજે અમે આ લાડુમાં નવો ટેસ્ટ લઈને આવ્યા છીએ મલાઈ નાળિયેરના લાડુ તો ચાલો જાણીએ રીત:
૧૫૦ ગ્રામ સૂકું કોપરાનું બૂરું
૨૦૦ ગ્રામ મિલ્કમેડ
૧ કપ તાજી મલાઈ
૧/૫ કપ ગાયનું દૂધ
૧ ટેબલ સ્પૂન એલચી પાવડર
૫ ટેબલસ્પૂન મિલ્ક પાવડર
૧ નાની ટેબલસ્પૂન કેસર
ચાંદીની વરખ
બનવાની રીત:
સૌથી પહેલા ટોપરાનું બૂરું લો તેમાં મિલ્કમેડ પાવડર, મિલ્કપાવડર, દૂધ, એલચી પાવડર ઉમેરો ત્યારબાદ એક પેનમાં ઘી લો તેમાં આ મિશરન ઉમેરી લો અને તેને ધીમા આંચ પર શેકી લો. આછા ગુલાબી રંગ થવા સુધી આ મિશ્રણને શેકી લો. અને તેના નાના નાના લાડુ બનાવી લો. લાડુ ત્યાર થયા બાદ તેને કેસર વડે ગાર્નિશ કરો.