એર ઇન્ડિયા જે આખી દુનિયામાં હવાઇ મુસાફરી ઉપલબ્ધ કરે છે ત્યારે તેના કૃ મેમ્બર માટે ફોરેન કંટ્રીમાં ઉતારા માટે હોટેલો રાખવામાં આવી હોય છે પરંતુ ઘટના કંઇક આવી બનતા કૃ મેમ્બર શિકાગોની હોટલમાં ઉતરવાથી ડરે છે. તાજેતરમાં જ કૃનાં ચીફ દ્વારા મેનેજમેન્ટને હોટેલ બદલી આવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે ચીફ દ્વારા જણાવાયું હતું કે શિકાગોની હોટેલમાં અમારી સાથે કંઇક અજુગતુ થઇ રહ્યું છે જે સામાન્ય કરતા જુદુ છે.
ત્યાં કંઇક નકારાત્મક ઉર્જા પ્રવર્તે છે જેથી અમે બધા કૃ મેમ્બર ‚મ શેર કરી સાથે સુઇએ છીએ કારણકે અમને એકલા સુવામાં ડર લાગે છે એક મેમ્બરનું તો કહેવું છે કે હું આ હોટેલમાં નવેમ્બર ૨૦૧૬થી ઉતરું છું અને દરેક સમયે મારી સાથે કંઇક ડરામણો, બનાવ બને છે ત્યારે આ બાબતે એર ઇન્ડિયાએ તપાસ શ‚ કરી છે અને શિકાગો સ્ટેશનમાં પણ વાત કરી છે.