૧૪ ઓગષ્ટ સુધી બેટી બચાવો બેટી પઢાવો સહિત મહિલા અને બાળકોના વિકાસ લક્ષી વિવિધ કાર્યક્રમોની વણઝાર
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા.૧થી ૧૪ ઓગષ્ટ દરમિયાન દર વર્ષે ‘મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૧ મહિલા સુરક્ષા દિવસ, તા.૨ ‘બેટી બચાવો બેટી પઢાઓ’, દિવસ, તા.૩ મિહલા સ્વલંબન દિવસ, તા.૪ મહિલા નેતૃત્વ દિવસ, તા.૫ મહિલા આરોગ્ય દિવસ, તા.૬ મહિલા કૃષિ દિવસ, તા.૭ મહિલા શિક્ષણ દિવસ, તા.૮ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા.૯ મહિલા કલ્યાણ દિવસ, તા.૧૦ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા.૧૧ મહિલા કર્મયોગી દિવસ, તા.૧૨ મહિલા કાનુની જાગૃતિ દિવસ, તા.૧૩ મહિલા શ્રમજીવી દિવસ, તા.૧૪ મહિલા શારીરિક શૌષ્ઠવ દિવસ આમ ૧૪ દિવસ જુદા-જુદા વિષય સાથે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જીલ્લા મહિલા અને બાળ અધિકારી, ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ નો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરેલ હોય. જેના ભાગપે રાજકોટ શહેરના ક્ધસ્ટ્રકશન સાઇટ પર બાળકીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તથા કિશોરીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સામાજિક અંતર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. મહિલા શિક્ષણ દિવસ નિમિતે રાજકોટ ખાતે ક્ધસ્ટ્રકશન સાઇટ પર મજુરી કામ કરતા પર પ્રાંતીય મજુર કામદારના બાળકોને શિક્ષણ અંગે પ્રેરણા મળી રહે તે માટે ક્ધસ્ટ્રકશન સાઇટ પર શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે માટે એજયુકેશન કીટ આપવામાં આવેલ. બાળકોમાં શિક્ષણ મેળવવા માટે ઉત્સાહ વધે તેવો પ્રયત્ન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શક્તિ કેન્દ્ર તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સર્પોટ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.