રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા સાતમા દિવસે મહિલા શિક્ષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ તાલુકા અને રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાના હરીપરપાળ, લીલી સાજડીયાળી, રામોદ, કોટડા સાંગાણી, ગઢકા વગેરે ગામો અને શહેરના રેલનગર વિસ્તારની મહિલાઓને વેબિનારના માધ્યમથી જોડી રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ દ્વારા મહિલાઓ શિક્ષણ દ્વારા અગ્રેસર કરે તેમજ સામાજિક, વ્યાવસાયિક વગેરે ક્ષેત્રે આગળ વધવા શિક્ષણનું મહત્વ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવાના કર્મચારીઓને વેબીનાર ના માધ્યમથી તાલીમ આપેલ અને સાથે સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી વેબિનાર પૂર્ણ થયા બાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાઓ ને ૧૮૧ સેવા વિષે અને અન્ય મહિલાલક્ષી સેવાઓથી માહિતગાર કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.
- TVS એ નવા અપગ્રેડ ફીચર્સ લોન્ચ કર્યું TVS Sport…
- Lamborghini Temerario ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ…
- 99% લોકો ફ્રીજમાં વસ્તુ સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા..!
- ગીર સોમનાથમાં પોલીસ દ્વારા વ્યાજખોરી, RTI તોડકારો, ટ્રાફિક અને સાયબર ફ્રોડ અંગે યોજાયો લોકદરબાર
- રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને મળશે આ સેવાનો લાભ ..!
- Strawberry Gardening: આ સરળ રીતે ઘરે જ ઉગાડો સ્ટ્રોબેરી
- કરિશ્મા કપૂરે સ્ટાઇલિશ લૂકમાં આપી “Summer vibes”