મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૦૦ કરોડની ગ્રાન્ટ અર્પણ
ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૧૦૦૦/- કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. જેના અનુંસધાને આજ રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઓનલાઈન ચેક અર્પણ સમારોહ યોજાયો.
રાજકોટ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ મળતો રહ્યો છે. આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા જયેશભાઈ રાદડિયા, ગુજરાત કોળી અને ઠાકોર વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઈ ડાભીએ સરકાર વતી શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. આ ચેક અર્પણ કાર્યક્રમ પ્રસંગે સાસંદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વિગેરે ઉપસ્તિ રહ્યા હતા. શહેરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડે.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ માન. ધનસુખભાઈ ભંડેરીનો પદાધિકારીઓએ આભાર વ્યક્ત કરેલ હતો.