કોરોના મહામારીના સંક્રમણને પગલે લોકડાઉન દરમિયાન વિવિધ રાહતકાર્યોમાં સહભાગી બનેલ અને કોરોના વોરીયર્સની ભુમિકા ભજવેલ એવા એડીશ્નલ કલેકટર પરિમલભાઈ પંડ્યા, એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના જોષી અને મામલતદાર પૂજાબેન બાવળીયાનું વોર્ડ નં.૭ ભાજપ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હોમીયોપેથીક દવા અને માસ્કની સાથે સન્માનપત્ર અર્પણ કરાયા હતા.
આ તકે વોર્ડ નં.૭ ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત પણ યોજાયેલી હતી. આ તકે વોર્ડ નં.૭ના પ્રમુખ રમેશભાઈ દોમડીયા, વોર્ડ નં.૭ના ભાજપ અગ્રણી ભરતભાઈ ગમારા, યુવા મોરચાના અગ્રણી સતીષ ગમારા, બળવંતભાઈ પુજારા, વેપારી અગ્રણી નસરૂદીનભાઈ વીરાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.