ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે શ્રેય હોસ્પિટલખાતે બનેલ આગની દુર્ઘટના એ દર્દનાક અને દુ:ખદ છે. તેમાં મૃત્યુ પામેલ લોકોને ભાજપ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપે છે. પ્રધાનમંત્રી એ ટવીટ દ્વારા પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રી અને મેયર સાથે વાત કરી છે. મૃત્યુ પામેલ લોકોને ૨ લાખ અને ઘાયલને ૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આ ઘટના અંગે પોતાની દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. આ હોસ્પિટલનાં બીજા દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને ર્પ્રાના કરું છું. આ મામલો અતિ દુ:ખદ અને સંવેદનશીલ છે. સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે.
મુખ્યમંત્રીએ મૃતકનાં પરીવારને ૪ લાખ અને ઘાયલને ૫૦ હજારની સહાય કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ કરવાં તાત્કાલિક બે અધિકારીની નિમણૂંક કરીને ૩ દિવસમાં જ રીપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.