સંધ્યા આરતીમાં ૧૮ બાળકો સંગીત વગાડે અને જયોત પ્રગટે છે, ૩૦ મિનિટ આરતી ચાલે છે, સવારે ૫ વાગે મંગળા આરતીનો મહિમા અપરંપાર છે
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા જૂના રાજકોટથી દૂર હાલ જયાં ભોમેશ્વર પ્લોટ છે ત્યાં ‘ભોમેશ્વર-મહાદેવ’ની સ્થાપના કરાય સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલીંગની પૂજા અર્ચના માટે આ મંદિર રામાનંદી સાધુ સમાજને સચાલન સોપવામાં આવેલ હતુ. આ મહાદેવના નામ ઉપરથક્ષ આજનો વિસ્તાર જાણીતો થયો છે.
મંદિરનાં પ્રાંગણમાં જ હનુમાનજી રામ-દરબાર, રાધા-કૃષ્ણ, રણછોડદાસબાપુના મંદિરો આવેલ છે. હાલ ગાદીપતી શ્રીમહંત બટુક દાસ બાપુ બિરાજમાન છે. ખાસ આ મંદિરની સંધ્યા આરતીનું અનેરૂ મહત્વ છે. જેમાં ૧૮ બાળકો સંગીત વાદ્યો સાથે સુરીલી શરૂઆત કરે ને આરતી જયોત પ્રગટે છે. સતત ૩૦ મીનીટ ચાલતી આરતીઅલૌકિક અને પવિત્રસભર હોય છે. ભકતજનો આ લ્હાવો લઈને ધન્યતા અનુભવે છે.
ભોમેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં ૨૫ ગાયમાતાઓ છે. આ મંદિર કોઈ ફંડ ફાળો, ભેટ લેતા નથી રાજાશાહી વખતથી આ પ્રથા ચાલુ છે. શ્રાવણી પર્વે ૪ સોમવારે વિવિધ શણગાર કરીને મહાદેવની પૂજા કરાય છે. આસપાસનાં વિસ્તારો રેસકોર્ષ પાર્ક, ભોમેશ્વર-વાડી-પ્લોટ-જાગૃતિ સોસાયટી બજરંગવાડી, રેલવે કોલોની, પ્રેસકોલોની, મારૂતીનગર, પોલિસ કવાર્ટસ વિગેરે વિસ્તારોના ભકતજનોમાં ભોમેશ્વર દાદા પ્રત્યે અપાર શ્રધ્ધા છે. દૉનમાત્રથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
મંદિરમાં લીમડો-પીપળા સાથે ખૂબજ પ્રાચિન ‘વડલો’ છે. જયાં બહેનો વડસાવિત્ર વ્રત કરે છે. આ વડ પાસે જ નાગ-નાગણીનું નિવાસ છે. શિવરાત્રીએ ૪ પ્રહરની શિવપૂજા વખતે નાગદાદા અચૂક દર્શન આપે છે. રહેવાસીઓ-ભકતજનોને અવાર નવાર દર્શન આપે છે. હમણાજ નાગ પંચમીએ શિવલીંગ પાસે આવીને નાગ દેવતાએ દર્શન દિધા હતા.
ભોમેશ્વર મંદિરમાં રહેતા નાગ દેવતાની જોડી આસ્થાનું કેન્દ્ર છે. ભકતજનો -શિવભકતો તેના દર્શન માત્રથી મનોકામના પૂર્ણ કરે છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાંબે લેડીઝ ગાર્ડ વ્યવસ્થા સાથે સરકારી ગાઈડ લાઈન મુજબ માસ્ક સામાજીક અંતર અને સેનેટાઈઝ ફરજીયાત રાખેલ છે.
રાજકોટ શહેરમાં વિવિધ શિવાલયોમાં ‘ભોમેશ્વર મહાદેવ’ પરત્વે ભકતજનોને અપાર શ્રધ્ધા છે. આ મંદિરે ભકિતભાવ સત્સંગ સાથે ગાયમાતાની સેવાનો ત્રિવેણી સંગમ છે. જૂના રાજકોટને છોટેકાશી તરીકે ઓળખાતું ત્યારના સ્થાપાયેલા મંદિરો આજે આસ્થાના કેન્દ્ર બની ગયા છે. શિવ-ભકિત સાથે શ્રાવણ માસે દેવોના દેવ ‘મહાદેવ’ નો જયજયકાર કરીને ભોમેશ્વર મહાદેવે ભકતજનો ધન્યતા અનુભવે છે.