અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ તથા ઘરવખરી માટે સહાય ચૂકવાશે: મુખ્યમંત્રી રાહત ફંડમાં ઉદાર હાથે ફાળો આપવા વિજયભાઈ રૂપાણીએ અપીલ કરી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અસરગ્રસ્ત એવાં ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિી અસરગ્રસ્ત બનેલાં લોકોની સો છે. ઉત્તર ગુજરાતના પુર પ્રભાવિત વિસ્તારમાં લોક સેવા કાજે પાંચ દિવસ સુધી રોકાવાનાં મુખ્યમંત્રીના નિર્ણય બાદ મુખ્ય મંત્રીએ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા અને બાદરપુરા ગામની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વ્યા સાંભળી તેને સત્વરે ઉકેલવાની ખાતરી આપી જણાવ્યું કે, તમે અમારામાં ભરોસો જાળવી રાખ્યો તે અભિનંદનીય છે. અસરગ્રસ્ત પુરગ્રસ્ત ગામનાં લોકોને અડધી રાત્રે આવેલા પુરનાં કારણે ઘરની ઘરવખરી, ઢોકઢાંખર તણાઇ જવા છતાં એક બીજા પ્રત્યે સ્વ ને એક બાજુ રાખી સૌ સો મળી પુરની આપત્તિનો સામનો કર્યો તેને બિરદાવ્યો હતો.
મુખ્ય મંત્રીએ બુધવાર સુધીમાં અસરગ્રસ્ત ગામ લોકોને કેશડોલ્સ તા ઘરવખરી માટે સહાય ચૂકવી દેવામાં આવશે. મુખ્ય મંત્રીએ સંવેદનશીલ અભિગમ રાખી જે ગામો વધુ અસરગ્રસ્ત છે તેવા ગામમાં તમામ લોકોને કોઇપણ ભેદભાવ વગર કેશડોલ્સ તા રાહત ચૂકવવામાં આવશે.
અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો તુરત ચાલુ કરવામાં આવે તે માટેની સુચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ સિવાય એસ.ટી.સેવા ચાલુ કરી, રોડ-રસ્તાનું પણ તુંરત સમારકામ હા ધરવામાં આવશે અને પરિસ્તિ તુરત ાળે પડે તે માટેના સઘન અને ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે તેની વિગતો તેમણે આપી હતી.
મુખ્ય મંત્રી જણાવ્યું કે, કુદરતી આપત્તિમાંથી ઝડપી ઉગરી અવસરમાં પલટવાનો આ અવસર છે ત્યારે સરકાર કોઇપણ જગ્યાએ કચાસ ન રહી જાય અને બધુ પૂર્વવત બને તે માટે કટિબદ્ધ છે. સરકારની ત્વરિત કામગીરની લીધે માનવ બચાવની કામગીરી પૂર્ણ ઇ ગઇ છે. કોઇપણ વ્યક્તિ ફસાઇ હોઇ તેવી કોઇ ફરિયાદ બાકી ની. હવે પુન: સપનની કામગીરી ઝડપભેર ચાલી રહી છે તેની ભૂમિકા તેમણે આપ હતી. મુખ્ય મંત્રીએ ૧૭મી મદ્રાસ પ્લાટુન જે રાહત કામગીરીમાં જોડાઇ છે તેમની સો બચાવ સંદર્ભે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ મેડિકલ કેમ્પની મુલાકાત લીધી હતી. પશુઓ માટે રાહત માટેના ઘાસચારા અંગેની વ્યવસની પણ તેમણે જાત માહિતી મેળવી હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી જાતે ગાંધીનગરી રાજ્ય શાસન ચલાવવાને બદલે ગરીબ-વંચિત છેવાડાનાં માનવીના દુ:ખમાં સહભાગી બની પાંચ દિવસ આપણી વચ્ચે રહેવાના છે તેને રાજ્ય શાસનની ગરીબો પ્રત્યે કેટલી ચિંતિત છે તેની પ્રતિતિ છે તેમ જણાવ્યું હતું.