અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણની ચળવળ બહુ લાંબી ચાલી ત્યારે બુધવારે પુન: મંદિર નિર્માણની શુભ શરૂઆત થઈ ચુકી છે જે સંદર્ભે હિન્દુ સેના દ્વારા મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી જામનગરના બેડી ગેઈટ વિસ્તારમાં શંખનાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો ભારતના કાયદા ક્ષેત્રે ચાલેલ અત્યાર સુધીની સૌથી લાંબી ચળવળ એટલે અયોઘ્યામાં પુન: રામ મંદિરની શરૂઆત.
આ ચળવળ ૧૩૪ વર્ષ પહેલાં અંગ્રેજોની ગુલામીના સમયથી ચાલતી હતી પ્રથમ હૈદરાબાદ સિવિલ કોર્ટે ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચેલ જે સમયે ભારત આઝાદ થયું હતું. કરોડો શ્રઘ્ધાઓના આરાઘ્ય દેવ એવા શ્રી રામ ભગવાનના મંદિર નિર્માણની પુન: શરૂઆત થતાં દેશમાં આનંદ છવાયો છે. જેને વધાવવા ગામેગામ, જિલ્લા સુધી જય શ્રી રામની ધૂન, પૂજન અને સાથે સાથે હિન્દુ સેના દ્વારા જામનગરમાં પણ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કારસેવામાં ઉપસ્થિત રહેલા કાંતિભાઈ વરૂનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં જામનગર જિલ્લાના પ્રમુખ વિનૂભાઈ આહિર તેમજ જીલ્લા યુવા પ્રમુખ મયુર પટેલ તા દિપક પિલ્લે સહિત જવાબદાર સૈનિકો ધીરેન નંદા, મોહિત રાઠોડ, યોગેશ અમરેલીયા, વગેરે સૈનિકો હાજર રહ્યા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વોર્ડ નંબર ૯ યુવા ભાજપના ઉપક્રમે પંચેરવરટાવર પાસે આવેલા રામદૂત-હનુમાનજીના પરિસરમાં બિરાજમાન ભગવાન શ્રીરામ મંદિરમાં વિશેષ પૂજનઆરતીનું તથા પંચેરવર ટાવર ચોક્માં ભગવો ધ્વજ લહેરાવામાં આવ્યો હતો જય શ્રીરામનીં ધ્વજ સાથે ત્ચાના પરિસરમાં પરિક્રમા કરીને મંદિરમાં શ્રીરામ ભગવાનનું પૂજન કરી વિશિષ્ટ આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર શ્રી ભરતભાઈ મેહતા યુવા ભાજપના ઉપાધ્યક્ષ વિરલભાઈ વી બારડ, રીટાબેન સોની, રાજુભાઈ મહાદેવ વેરાભાઈ કોઠારી, મોનીંકાબેન, સરીતાબેન તેમજ અન્ય કાર્યકર્તા જોડાયા હતા.