પ્રચંડ વિસ્ફોટનાં કારણે ૧૦ કિલોમીટરનાં વિસ્તારમાં આવેલા ઘરોમાં નુકસાન
લેબેનોનની રાજધાની બેરૂતનાં બંદર પર ફટાકડાથી ભરેલા જહાજમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે ૭૦ થી વધુ લોકોનાં મોત નિપજયા હતા અને ૩૦૦૦થી વધુ લોકોને ઈજા પણ પહોંચી હતી. આ વિસ્ફોટની અસર ૧૦ કિલોમીટર સુધી જોવા મળી હતી જેમાં નાના મકાનોની સાથે એક ત્રણ માળનો ફલેટ પણ ધરાશાય થયો હતો. સમગ્ર દેશમાં વિસ્ફોટનો અવાજ સંભળાતા લેબેનોનમાં ભારતીય દુતાવાસે મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ એર સ્ટ્રાઈક મારફતે જહાજને ફુંકી મારવામાં આવ્યું હોય તેવા કાવતરાની શંકા પણ સેવવામાં આવી રહી છે.
લેબેનોનની રાજધાની બેરુતમાં મંગળવાર સાંજે ભીષણ વિસ્ફોટ યો હતો. આ વિસ્ફોટ દરિયાકિનારે લંગારવામાં આવેલા ફટાકડાી ભરેલા જહાજમાં યો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે તેની ૧૦ કિલામીટરના વિસ્તારમાં આવેલા મકાનોમાં નુકશાન યું છે. બ્લાસ્ટના કારણે ત્રણ માળની ઇમારત પણ પળવારમાં ધરાશાયી ઇ ગઇ હતી. લેબેનોનના આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે હુમલામાં ૭૩ લોકોના મોત અને ૩૭૦૦ લોકોને ઇજા ઇ છે. આ વિસ્ફોટ જાણી જોઈને પણ કરવામાં આવ્યો હોય તેવુ બની શકે છે અવા તો તેની પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોઈ શકે છે.
ઘટનાસ્ળી ઘણા કિલોમીટર દૂર રહેતા બેરુતના રહીશ રાનિયા મસરીએ જણાવ્યું કે, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની બારીઓ તૂટી ગઇ. મને એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દૂરના અંતર સુધી તેની અસર દેખાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં વ્યાપક નુકસાન યું છે. કેટલાક લોકોને ઈજા પણ ઈ છે. લેબેનોન સ્તિ રેડ ક્રોસના વડા જ્યોર્જ કેટ્ટનેહે જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત યા છે જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાં વિસ્ફોટ યો છે તેની નજીકના ક્ષતિગ્રસ્ત ઘરોમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા છે, જેને લીધે અત્યાર જાનહાનિનો ચોક્કસ આંકડો આપી શકાય તેમ ની. બીજી બાજુ લેબેનોનની બ્રોડકાસ્ટર એલબીસીઆઈએ જણાવ્યુ છે કે અત્યારે ૫૦૦ી વધારે ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે અને લોકોને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે.લેબેનોનમાં ભારતીય દુતાવાસે પણ મદદ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
સુત્રોનાં જણાવ્યા મુજબ આ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે તાત્કાલિક કોઈ કારણ જાણી શકાયું નથી ત્યારે વેર હાઉસમાં કેવા પ્રકારનાં વિસ્ફોટક હતા તે અંગેની પણ હજુ કોઈ માહિતી મળી નથી. દરમિયાન લેબેનોનનાં આંતરીક સુરક્ષા બાબતનાં વડાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ સામગ્રીમાંથી થયો છે અને આ અગાઉ આ પ્રકારની વિસ્ફોટક ઘટના હજુ સુધી ઘટિત નથી થઈ. લેબેનોનનાં આરોગ્ય પ્રધાનનાં જણાવ્યા મુજબ ખુબ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે પરંતુ તેનો કોઈ ચોકકસ અને સચોટ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.