શિક્ષણમંત્રીની કચ્છની મુલાકાત વખતે પુષ્પો અર્પી ગાંધીગીરી કરવાની કચ્છ કોંગ્રેસની ચીમકી
એકસટર્નલ અભ્યાસ બંધ કરવાના નિર્ણયને કચ્છ જિલ્લા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ
કચ્છ યુનિવસીટીમાં એકસટર્નલ અભ્યાસ ક્રમ બંધ કરવાની જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે તેમ જણાવી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિને ઉગ્ર વિરોધ કરી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય પગલા લેવા સરકાર સમક્ષ માંગ કરી છે. શિક્ષણામંત્રીની કચ્છની મુલાકાત લેવાએ પુષ્પગુચ્છ આપી ગાંધીગીરી કરવા પણ ચીમકી આપી છે.
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા દિપક એસ. ડાંગરે જણાવ્યુ છે કે કચ્છનું સૌથી મોટું શિક્ષણધામ કહી શકાય તેવી કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ઘણાં વર્ષોથી દર વર્ષે આશરે ૫થી ૬ હજાર વિદ્યાર્થીઓ એકસટર્નલ અભ્યાસ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે. કેમ કે કચ્છ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે તેમાં ખુબજ લાંબ અંતરે ગામડાઓ આવેલા છે. જે ગામડાંઓના દિકરા દિકરીઓ શિક્ષણ મેળવવા માટે એકસટર્નલ અભ્યાસ કરી રહ્યા છે. કેમકે મોટા ભાગના અંતરીયાળ વિસ્તારોમાં અભ્યાસ માટે કોલેજો નથી. ઉપરાંત તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જેમાં દિકરીઓ સાસરે હોવા છતાં શિક્ષણ મેળવી રહી છે. જેને વાલીઓ પણ તેમને પ્રોત્સાહિત કરે છે. અને દિકારાઓની કેટલીક નબળી પરિસ્થિતિઓને કારણે નોકરી કે ખેતી કામ કરતા કરતા અભ્યાસક્રમ ચાલુ રાખવા એકસટર્નલ ગ્રેજયુએશનનો અભ્યાસ કરી રહ્યા છે.
કેટલાંક પોસ્ટ ગ્રેજયુએશન કોર્ષ યુનિવર્સિટીમાં રેગ્યુલર ન હોતાં તે એકસટર્નલ તરીકે અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આ વર્ષથી એકસટર્નલ કોર્ષ બંધ કરવાનો નિર્ણય લેતાં આગામી સમયમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે એટલે કે તેઓની શિક્ષણયાત્રા પૂર્ણ કરવી પડશે. અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દિપક ડાંગરે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યુ હતુ કે અબડાસા વિદ્યાનસભાની ચૂંટણીના ભણકારા વાગે છે. ત્યારે તેના પ્રચાર માટે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી અવાર નવાર કચ્છ દોડી આવે છે. અને જે વિસ્તારમાં પ્રચાર કરે છે તે અબડાસા વિધાન સભાનો વિસ્તાર ખુબ જ અંતરિયાળ છે. જેમાં આખા ક્ષેત્રમાં બે જ કોલોજો આવેલી છે. અને આ વિસ્તારના મોટા ભાગના વિદ્યાર્થીઓ એકસટર્નલ અભ્યાસ કરે છે. પરંતુ શિક્ષણમંત્રીને માત્ર ચુંટણી સિવાય કાંઇ જ દેખાતું ન હોય તેમ આ મુદે મૌન સેવી રહ્યા છે.
આગામી દિવસોમાં જેટલી વખત શિક્ષણમંત્રી કચ્છની મુલાકાતે આવશે ત્યારે અમો તેમની ફરજ અને નિષ્ફળતા યાદ અપાવવા દર વખતે તેમને પુષ્ણગૂચ્છ આપી ગાંધીગીરી કરીશું
કચ્છ યુનિવર્સિટીએ માત્ર યુ.જી.સી.નું. બહાનું કાઢી એકસટર્નલ અભ્યાસ બંધ કરી દીધો, પરંતુ કચ્છના કોઇ પણ સતા પક્ષના નેતાએ આ કોર્ષ શરૂ કરવાના પ્રયત્નો કર્યા ખરા? આવી જ પરિસ્થિતિ અન્ય યુનિવર્સિટીઓમાં પણ થઇ હતી. પરંતું સૌરાષ્ટ્ર સહિત કેટલીક યુનિવર્સિટીએ એકસટર્નલ અભ્યાસ ક્રમ શરૂ કરી દીધા. કચ્છ તો મોટો અંતરિયાળ વિસ્તાર ધરાવતો સરહદી જિલ્લો છે. તો કચ્છમાં કેમ એકસટર્નલ અભ્યાસ ક્રમ શરૂ ન થઇ શકે?
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સતાધીશો એવા બહાના કાઢી રહ્યા છે કે કચ્છ યુનિવર્સિટી પાસે એનએએસીનું સટીફિકેટ નથી. એટલે આપણે અભ્યાસક્રમ ન શરૂ કરી શકીએ. પરંતુ અમે કચ્છના સતાપક્ષના નેતાઓને માંગીએ છીએ કે કચ્છ યુનિવર્સિટીને એનએએસીનું સટીર્ફિેકેટ નથી મળ્યું તેના માટે જવાબદાર કોણ?
કયારેય યુ.જી.સી. માંથી અભ્યાસક્રમ શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા ખરા? યુ.જી.સી.એ તો માત્ર ગાઇડલાઇન બહાર પાડી છે. કચછ યુનિવર્સિટીને કોર્ષ બંધ કરવાનો કોઇ જ પત્ર લખ્યો નથી. રાજય અને કેન્દ્રની ભાજપ સરકાર જ છે તો કચ્છના સરહદી વિસ્તાર માટેએકસટર્નલ અભ્યાસ ક્રમની મંજુરી કેમ ન મેળવી શકાય?
તત્કાલિન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી કચ્છને સરહદી વિસ્તારની પોલીટેકનીક કોલેજ આપી શકતા હોય તો તમે માત્ર એકસટર્નલ કોર્ષ કેમ શરૂ કરાવી ન શકો તેમ પૂછી કચ્છના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માગણી કરી છે.