વધતા જતા પોઝિટિવ કેસોની સામે યોગ્ય ઈલાજ નથી
કોરોનાના કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે લોકોમાં પણ ડરનો માહોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. હજુ સુધી કોઈ નકકર ઈલાજ કોરોના માટે શોધાયો નથી તો બીજી તરફ કોરોનાની રસીને લઈ રાજકારણ પણ રમાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, કોરોનાની દવા વૈજ્ઞાનિકો નહીં પરંતુ રાજકારણ નકકી કરી રહ્યા છે જેથી કોરોનાના ઈલાજનું રાજકારણ લોકોને ભરખી રહ્યું છે. દિન-પ્રતિદિન વધતા કેસોની સામે જે યોગ્ય દવાની શોધ થવી જોઈએ તે શોધ હજુ સુધી થઈ શકી નથી. અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ દ્વારા રીસર્ચ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં જણાવાયું છે કે, વહેલાસર કોરોના પર કાબુ મેળવવા માટે કોરોના રસીની શોધ કરવી અત્યંત જરૂરી છે. આ મુદ્દાને લઈ સરકાર કરોડો રૂપિયા ફાર્માસ્યુટીકલ અને બાયોટેકનોલોજી કંપનીઓને આપી રહ્યા છે જેથી કોરોનાની રસી શોધી શકાય.
કોરોનાનો નકકર ઈલાજ હજુ સુધી મળ્યો ન હોવાના કારણે અનેકવિધ પ્રકારે અખતરાઓ લોકો ઉપર થઈ રહ્યા છે તો બીજી તરફ રસીની શોધ થતી હોવાથી હજુ સુધી કોઈ નકકર ટ્રીટમેન્ટ પણ જોવા મળતી નથી. આવનારા સમયમાં જો સરકાર કોરોનાની રસી નહીં શોધે તો મૃત્યુઆંક દિન-પ્રતિદિન વધતો જશે. કહેવાય છે કે, વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાની રસીની શોધ થવી જોઈએ અને તેના ઉપર કામ હાથ ધરાવવું જોઈએ પરંતુ હાલની સ્થિતિમાં કોરોનાની રસી ઉપર ખુબ જ મોટુ રાજકારણ રમાઈ રહ્યું છે. યુનાઈટેડ સ્ટેટમાં પ્રતિદિવસ ૧૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે શાળાઓને નિયત સમયમાં ખોલવી એ પણ એટલી જ જરૂરી છે પરંતુ વિશ્ર્વઆખુ હાલ લાચાર બન્યું છે. કારણકે જે યોગ્ય રસીની શોધ થવી જોઈએ તે થઈ શકી નથી.
કોરોના વેકસીન માટે હ્યુમન ટ્રાયલનો પ્રારંભ
અનેકવિધ દેશ દાવો કરી રહ્યા છે કે, કોરોનાની રસી તેમના દ્વારા બનાવવામાં આવી છે પરંતુ હાલ રશિયાએ કોરોના વેકસીન બનાવ્યાનો દાવો કર્યા બાદ હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધેલી છે અને એ જાહેરાત પણ કરવામાં આવી છે કે, આગામી ૧૦ ઓકટોબરનાં રોજ રશિયા કોરોના રસીને લોન્ચ કરશે. બીજી તરફ ભારત દેશે પણ કોરોના વેકસીન માટે હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધી છે.
ભારતની વોકહાર્ટ કોરોનાની રસી બનતાની સાથે જ લાખો ડોઝનું વિતરણ કરશે: યુ.કે. સરકાર
મુંબઈ સ્થિત ફાર્માસ્યુટીકલ અને બાયોટેકનોલોજી કંપની વોકહાર્ટએ જણાવ્યું છે કે, જયારે કોરોનાની રસીની શોધ થઈ જશે તે સમયથી તેઓ લાખો ડોઝનું વિતરણ શરૂ કરી દેશે જેના માટે એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી વિભાગે વોકહાર્ટ સાથે ૧૮ માસનો કરાર પણ કર્યો છે અને ઉત્પાદન ક્ષેત્રે મદદ કરવાની માંગ પણ કરી છે. વોકહાર્ટ યુ.કે. સરકારને અનેકવિધ પ્રકારની સેવાઓ પણ આપશે અને વેકસીનનું ખુબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરશે.
ભારતમાં પ્રથમ વખત એક જ દિવસમાં ૫૨,૦૦૦ કેસો જોવા મળ્યા
વિશ્વમાં જે રીતે કોરોના તેનો કહેર વરસાવી રહ્યું છે તેની સામે દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૮.૫ લાખને પાર પહોંચી છે ત્યારે સોમવારનાં રોજ પોઝીટીવ કેસની સંખ્યા ૫૨,૦૦૦ને પાર જોવા મળી રહી છે જે ભારતમાં પ્રથમ વખત આ ઘટના સામે આવી છે. દેશમાં નેતાઓ તથા લોકોને કોરોના પોઝીટીવ થવાનો સીલસીલો યથાવત જોવા મળ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓએ જણાવતા કહ્યું હતું કે, ભારતે કોરોનાની રસી તૈયાર કરવામાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
રોગપ્રતિકારક શકિત વધારવા માટે અલગવિધ પઘ્ધતિનો લેવાઈ રહ્યો છે સહારો
કોરોનાના વધતા જતા કેસોની સામે હજુ સુધી કોઈ નકકર ઈલાજ સામે આવ્યો નથી ત્યારે તબીબો દ્વારા આ સમયગાળા દરમિયાન રોગ પ્રતિકારક શકિત વધારવા માટે લોકોને અનેકવિધ પઘ્ધતિનો સહારો લેવા જણાવવામાં આવી રહ્યું છે જેમાં ઉકાળો, દેશી નાસ જેવી પઘ્ધતિનો ઉપયોગ કરવા જણાવાયું છે. સાથોસાથ હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવા પણ લોકોને જણાવવામાં આવે છે જો રોગપ્રતિકારક શકિત લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળશે તો કોરોનાના કેસો ઘટવાની શકયતા પણ રહેશે.
કોરોનાના વધતા કેસોની સામે એકમાત્ર ઈલાજ રસી
વિશ્વ આખાને કોરોના ધમરોળી રહ્યું છે અને તેની અસર હેઠળ કોઈપણ દેશ બાકાત રહ્યો નથી ત્યારે વૈજ્ઞાનિકો અને તબીબોનાં જણાવ્યા મુજબ કોરોનાનાં વધતા જતા કેસોની સામે એકમાત્ર ઈલાજ જો કોઈ હોય તો તે રસીનો છે પરંતુ હજુ સુધી રસી શોધાવી જોઈએ તેની શોધ ન થતા અત્યારે લોકો પોતાની રોગપ્રતિકારક શકિત વધારવા માટે મથી રહ્યા છે બીજી તરફ વિશ્ર્વનાં નામાંકિત દેશો રસી બનાવવા માટે મથી રહ્યા છે અને તેને અનુલક્ષી હ્યુમન ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કોરોના કાબુમાં આવતીકાલથી મુંબઈની બજાર ધમધમશે
મહારાષ્ટ્રમાં અને સવિશેષ મુંબઈમાં કોરોનાનાં કેસોની સંખ્યા ધરખમ ઘટાડો નોંધાયો છે અને લોકોનાં રીકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ આવતીકાલથી મુંબઈની બજારો ધમધમશે જેમાં મોલ અને માર્કેટ એરીયા સવારે ૯ વાગ્યાથી સાંજનાં ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે પરંતુ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જણાવ્યા મુજબ થિયેટર, ફુડ કોર્ટ અને રેસ્ટોરન્ટોને બંધ રાખવામાં આવશે પરંતુ જો રેસ્ટોરન્ટ અને ફુડ કોર્ટ મોલમાં હોય તો તેને ટેક અવે સર્વિસ માટે પરવાનગી અપાશે. બીએમસીનાં જણાવ્યા મુજબ લીકર શોપને પણ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોને પૂર્ણત: પાલન કરાશે.