કૈલાશ કે નિવાસી નમુ બાર બાર
હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક ચારધામ યાત્રાનો માર્ગ બનાવવાનો પ્રોજેકટ ઝડપથી પુર્ણ કરાશે
એક સમયે સશક્ત માટે કઠીન ગણાતી કૈલાશ યાત્રા હવે અશક્ત શ્રધ્ધાળુ વાહનમાં કરી શકશે: કૈલાશની યાત્રામાં હવે ત્રણ અઠવાડીયાનો સમય નહીં લાગે
દેવોના દેવ મહાદેવનું નિવાસ સ્થાન એટલે કૈલાશ પર્વતને ગણવામાં આવી રહ્યું છે. હિન્દુઓ માટે ચારધામ યાત્રા અને કૈલાશ માન સરોવર યાત્રા ઘણી આસ્થા સાથે કરતા હોય છે. પરંતુ ચારધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદારનાથ જ્યારે કૈલાશ માન સરોવર હિમાલયના બરફીલા બહાડોમાં આવેલા હોવાથી યાત્રા કરવી અતિ કઠીન અને મુશ્કેલ હોવાથી તમામ હિન્દુઓ આ યાત્રા કરવી શક્ત ન હતી પરંતુ કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા ચારધામની યાત્રા માટે ૧૨ હજાર કરોડ પ્રોજેકટ પુર્ણ કરવાની આરે છે તે રીતે કૈલાશ માન સરોવર યાત્રાનો રૂટ પણ સરળ બનાવ્યો છે. સશકત માટે કૈલાશ માન સરોવર યાત્રા પુર્ણ કરવામાં અતિ મુશ્કેલી સાથે ત્રણ અઠવાડીયા જેટલો સમય લાગતો તે હવે દરેક યાત્રાળુ પોતાના વાહનમાં વિના વિધ્ને અને ઝડપથી કરતા થઇ જશે તેવો નિર્દેશ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપી આ પ્રોજેકટનું કામ ૮૫ ટકા પૂર્ણ થઇ ગયું હોવાથી બાકી ૧૫ ટકા કામ ટૂંક સમયમાં જ પુરૂ થઇ જવાનું તેમ કહ્યું હતું. કૈલાશ માનસરોવર યાત્રાએ જવા માટે શ્રધ્ધાળુઓએ સિક્કીમ અથવા નેપાળના માર્ગ પરથી જ પસાર થવુ પડતું હતું. જેમાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડીયાનો સમય લાગતો હતો. કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા ભારતથી સિધ્ધો કૈલાશ માન સરોવરના પ્રવેશ દ્વારા સુધીનો ૮૦ કિલોમીટરનો માર્ગ નવો બનાવ્યો છે. આ માર્ગ ૬૦૦૦ ફુટથી ૧૭,૦૬૦ ફુટ ઉંચાઇ પર આવેલો છે. જેના પર યાત્રાળુ પોતાનું વાહન લઇને સરળતાથી જઇ શકે તે રીતે બનાવ્યો હોવાથી જેના કારણે સશક્ત માટે કૈલાશ યાત્રા અતિ કઠીન અને મુશ્કેલ બની રહેતી તે હવે અશક્ત યાત્રાળુ કૈલાશ માન સરોવર યાત્રા કરી ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ માર્ગ લીપુલેખ, દાર્ચલા, પિથોરાગ, તાવઘાટ અને ઘાટીયા બાગ સુધીનો ૮૦ કિલોમીટર માર્ગ પર વાહન વ્યવહાર ચાલી શકશે જેના કારણે યાત્રાના સમયમાં પણ ઘણો ઘટાડો થઇ જશે, આ પ્રોજેકટનું ૮૫ ટકા કામ પુરૂ થયું છે. ટૂંક સમયમાં બાકીનું ૧૫ ટકા કામ પુરૂ થતા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ રૂટ પર કૈલાશ યાત્રા કરાવવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકરીએ જણાવ્યું છે.
આ ઉપરાંત ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદારનાથ ચારધામ યાત્રાના રૂટને પણ સરળ બનાવવામાં આવ્યો છે. કેદાર માર્ગ પર શિવ ભક્તો શિવમય બની રહે તે માટે ઓમ નમ શિવાયના જાપ સાથેની ધુન ચાલુ રહેશે તેમજ માર્ગ પરની અડચણ દુર કરવા રૂા.૧૨ હજાર કરોડનો પ્રોજેકટ પણ ટૂંક સમયમાં જ પુરો થઇ જશે તેમ કેન્દ્રીય મંત્રી નિતિનભાઇ ગડકતરીએ જણાવ્યું છે.