ભૂમિપૂજનના ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનવા માટે તમામ સંતો અયોધ્યા જવા રવાના
અયોધ્યામાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના ભૂમિપૂજનની વિધિ યોજાવાની છે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા ગુજરાતમાંથી પણ સંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ આજે પ્રસ્થાન આ કાર્યક્રમમાં જવા પ્રસ્થાન કરવાના છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે જાણીતા કથાકાર મોરારીબાપુને નિમંત્રણ ન મળ્યું હોય તેમના અનુયાયીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ઘણા વર્ષો બાદ અયોધ્યાનો વિવાદ ઉકેલાયા બાદ કરોડો હિન્દુઓની લાગણીનો વિજય થયો છે. અંતે આવતીકાલે અયોધ્યા ખાતે રામમંદિરની શિલાન્યાસ વિધિ થવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ ઉપસ્થિત રહેવાના છે.
શિલાન્યાસ વિધીને લઈને અયોધ્યામાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરીને સુંદર રીતે સજાવવામાં આવી છે.
આ શિલાન્યાસ વિધિ માટે ગુજરાતમાંથી ૭ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અવિચલ દાસજી – સરસા-આણંદ, પરમાત્માનંદજી – રાજકોટ, કૃષ્ણમનીજી મહારાજ – પ્રણામી સંત સંપ્રદાય, શંભુનાથજી મહારાજ-ઝાંઝરકા, મહંત સ્વામીજી મહારાજ – અક્ષર પુરષોત્તમ, માધવપ્રિયદાસજી – છરોળી ગુરુકુલ અને અખિલેશ્વરદાસજી મહારાજ- કર્ણાવતી ભૂમિપૂજન કાર્યક્રમ માટે જવાના છે. ગુજરાત વિશ્વ હિંદુ પરિષદે આ તમામ સંતોનું અભિવાદન કરી તેમનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ તમામ સંતો આજે રવાના થયા છે. શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આમંત્રિત સંતો આજે મંગળવારે સવારે કર્ણાવતી એરપોર્ટ પરથી અયોધ્યા માટે પ્રસ્થાન કર્યું હતું. બાદમાં બપોરના સમયે તેઓ અયોધ્યા પહોંચવાના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે શિલાન્યાસ વિધિના આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાં જાણીતા એવા સૌરાષ્ટ્રના પ્રખ્યાત કથાકાર પૂ. મોરારીબાપુની ઉપેક્ષા કરી આમંત્રણ આપવામાં ન આવતા અનુયાયીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
રાજકોટનાં પૂ. પરમાત્માનંદજી સ્વામિ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે
૨ામ જન્મભૂમિ ર્તીક્ષ્ોત્ર ટ્રસ્ટ દ્વા૨ા ૨ાજકોટ મુંજકા ગામનાં પ.પૂ. પ૨માત્માનંદજી સ્વામીને ૨ામ જન્મભૂમિનાં શિલાન્યાસ નાં ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્તિ ૨હેવા આમંત્રણ આપ્યું છે. તેઓ વિશેષ્ા આમંત્રિત મહેમાનોમાં ૨ાજકોટ-સેો૨ાષ્ટ્રનું પ્રતિનિધિત્વ ક૨વા અયોધ્યા જઈ ૨હયા છે ત્યા૨ે વિશ્ર્વ હિન્દુ પિ૨ષ્ાદનાં ૨ાજકોટ મહાનગ૨નાં પૂર્વ મહામંત્રી તેમજ હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવ, ૨ાજકોટ જીલ્લા ભાજપા પે્રસ-મીડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ, જીવદયાપે્રમી પા૨સભાઈ મોદી એ પ.પૂ.પ૨માત્માનંદજી સ્વામીને તુલસીનાં ૨ોપા આપી તેઓનું અભિવાદન ર્ક્યુ હતું.
આ તકે પ.પૂ. પ૨માત્માનંદજી સ્વામીએ બુક્સ આપી આર્શીવાદ પાઠવતાં જણાવ્યું હતું કે ૨ામ જન્મભૂમિ એ ભા૨તની ક૨ોડો હિન્દુઓની આસનું પ્રતિક છે. ૨ામભક્તો દ્વા૨ા દેશભ૨માંી પવિત્ર નદીઓ તા સમુદ્રનું જળ લઈને અયોધ્યા પહોંચશે. આ ઐતિહાસીક ભૂમિપૂજનનાં શિલાન્યાસ પ્રસંગમાં ઉપસ્તિ ૨હીને દેશમાં એક્તા-અંખડિતતા જળવાઈ ૨હે તે અંગે પર્રાના ક૨ી આવના૨ા દિવસોમાં ભા૨ત વિશ્ર્વગુરૂ બને તે માટે ભા૨તીય નગ૨જનોએ ભૂમિ પૂજનનાં દિવસે એક નવો સંકલ્પ ક૨ીએ તેમ જણાવ્યું હતું.