ભવ્ય રામમંદિરના ભૂમિપુજનમાં રાજયનાં કુલ ૯૧૨ સ્થળોના જળ અને માટી અર્પણ કરાશે
ભુજ વિશ્વ હિન્દુ પરિષદ કચછ વિભાગ દ્વારા આગામી તા. પ-૮ નચા રોજ જયારે અયોઘ્યાની પવિત્ર ભુમીપર ભવ્ય રામમંદિરનું ભૂમી પુજન થઇ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર કચ્છમાં દીપોત્સવ ઉજવાશે વિ.હિ.પ. કચ્છ વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાની યાદીમાં જણાવામાં આવ્યું હતું. કે પ ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોવીની ઉ૫સ્થિતિમાં અયોઘ્યામાં ભવ્ય રામમંદિરના થનારા ભુમી પુજનની સાંજે દરેક હિન્દુઓ પોત પોતાના ઘરે દીપ પ્રાગટય કરીને દીપોત્સવની જેમ ઉજવણી કરવી.
ગુજરાતમાંથી આ ભવ્ય મંદિરના ભુમી પુજન માટે ૯૧૨ જગ્યા પવિત્ર જળ અને માટી અયોઘ્યા ખાતે મોકલેલ છે. જેમાંથી કચ્છના ૧૦૦ જેટલા પવિત્ર સ્થળની જળ અને માટી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ દ્વારા અયોઘ્યા ખાતે પહોચતી કરવામાં આવીછે.
પ ઓગષ્ટ ભુજ રામધુન ખાતે ૧૯૯૨ની કાર સેવામાં ગયેલા રામભકતો દ્વારા આરતી, પુજન અને જજય ઘોસ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં ત્યારની કાર સેવામાં મુખ્ય ભૂમિકામાં કચ્છ તરફથી ચીમનભાઇ કંસારા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, કેશુભાઇ પટેલ, અનીરુઘ્ધભાઇ દવે, સંઘ વિ.હિ.પ. ના અગ્રણીઓ હાજર રહેશે. જેમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીનો પુરતો ખ્યાલ રાખવામાં આવશે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ગ્રામ્ય પ્રખડ અને જીલ્લા સ્તરે અનેક જગ્યા ભગવી ઘ્વજાના સણગાર પણ કરવામાં આવશે.
આ પવિત્ર મંદિરમાં કોઇપણ યથાશકિત પ્રમાણ કોઇ દાન પાત્ર આપવું હોય તો સીધા રામંદિર ટ્રસ્ટના ખાતા નં. એસ.બી. એકાઉન્ટ નંબર ૩૯૧૬૧૪૯૫૮૦૮ કોર્ડ નંબર ૩૯૧૬૧૪૯૮૮૦૯ આઇ.એફ. એસ.સી. કોર્ડ નંબર એસબીઆઇ ૦૦૦૨૫૧૦ પર મુકવા સમગ્ર કચ્છમાં આ કાર્યક્રમની ઉજવણીની વ્યવસ્થામાં વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયા, વિભાગ સહમંત્રી દેવજીભાઇ મૈયાત્રા પૂર્વ-કચ્છ અઘ્યક્ષ અવિનાશભાઇ જોષી મંત્રી મહાદેવભાઇ વીરા
પશ્ચિમ કચ્છમાં અઘ્યક્ષ ચેતનભાઇ ઠાકર મંત્રી ચંદુભાઇ રૈયાણી કેતનભાઇ સોની સાથે જીલ્લા પ્રખંડની ટીમો અવિરત કામ કરી રહી છે.