મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિન નિમિતે
કોરોના મહામારીના પગલે થેલેસેમીયા, ડાયાબીસીસ તથા ગાયનેક દર્દીઓને લોહીની જરૂરીયાત પુરી પાડવાના ઉમદા હેતુ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૬૪માં જન્મ દિવસ નિમિતે રકતદાન કેમ્પ સાથે દિવ્યાંગ છાત્રોને ગીફટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં કુલ ૬૪ શિક્ષકોએ રકતદાન કરીને રકત સેવાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ હતું.
નગર પ્રા. શિક્ષણ સમિતિ, મહાનગર પ્રાથમિક મંડળ તથા શિક્ષકોની મંડળ લાખાજીરાજ કો.ઓ. સોસાયટીના સંયુકત ઉપક્રમ યોજવામાં આવેલ હતો. મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના વરદ હસ્તે રકતદાન કેમ્પનો શુભારંભ કરાયો હતો. આ તકે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્ય અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શિક્ષણ સમિતિ સદસ્યો મુકેશભાઇ મહેતા, કિરણબેન માકડિયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, ભાવેશભાઇ દેથરીયા, ધીરજભાઇ મુંગરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રકતદાતા શિક્ષક ભાઇ-બહેનોને માસ્ક ચા-નાસ્તો પ્રમાણપત્ર અને ગીફટ મકાનુંભાવોના વરદ હસ્તે અપાયા હતા. સમગ્ર આયોજનમાં મંડળના પ્રમુખ દિનેશભાઇ સદાદીયા, મંત્રી પિયુષભાઇ ભુવા, લાખાજીરાજ શિક્ષક મંડળીના પ્રમુખ અશોકભાઇ ચાવડીયા, યુ.આર.સી. કો. ઓર્ડીનેટર દિપકભાઇ સાગઠીયા, ભીખુભાઇ દેશાણી સાથે તમામ વોર્ડના સી.આર.સી. અને શિક્ષકોએ સુંદર વ્યવસ્થા ગોઠવીને સામાજીક અંતરના નિયમો પાળીને માસ્ક ફરજીયાત સાથે કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં ૬૪ રકતદાતા શિક્ષકો રકત આપતા તેમની સમાજ ઉપયોગી સેવા બદલ શિક્ષણ સમિતિ શિક્ષક મંડળ તથા ક્રેડીટ સોસાયટી દ્વારા અભિનંદન આપીને સન્માનીત કરાયા હતા. શાળા નં.૩ ના પટાંગણમાં યોજાયેલઆ રકતદાન કેમ્પ અને દિવ્યાંગ છાત્રોને ગિફટ વિતરણના કાર્યક્રમમાં સમગ્ર શિક્ષા અભિયાન તથા શિક્ષણ સમિતિના કચેરી સ્ટાફે સુંદર સહયોગ આપીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
શિક્ષકોએ રકતદાનની ઉમદા સેવા કરી: નરેન્દ્રસિંહ ઠાકુર
આજરોજ યોજાયેલ કેમ્પમાં ૬૪ શિક્ષકોએ રકતદાન કરીને મહાદાન સ્વરુપે જરુરીયાત મંદ દર્દીઓ માટે મહામુલી સેવા કરી છે. આ માટે શિક્ષણ પઘ્ધતિ સમિતિનાં અભિનંદન રકતદાન કરવાથી કોઇક જીવન તમે બચાવી શકો છો. પવર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલમાં રકતની અછત જોવા મળે છે ત્યારે શિક્ષકોની આ મહામુલી સેવા છે.
મેં જીવનમાં પ્રથમવાર રકતદાન કર્યુ: વિધિબેન વ્યાસ- બ્લોક રિસોર્સ પર્સન
માણસ જ માણસને રકતદાન કરીને નવજીવન બક્ષી શકે છે ત્યારે આજે મે જીવનમાં પહેલીવાર રકતદાન કરીને મારી સેવા ભાવના બતાવી રકતદાન, મહાદાનની મને આજે ખુબ જ ખુશી છે. દરેક તંદુરસ્ત રકતદાતાએ વર્ષમાં ચાર વાર રકતદાન કરવું જોઇએ. શિક્ષણ સમિતિએ સુંદર સેવા પ્રોજેકટ કર્યો જેનાથી કેટલાય લોકોના જીવ બચી જશે, ઝડપથી સાજા થઇ જશે.