જિલ્લામાં હવે ચાર દિવસે કોરોનાના ૧૦૦ કેસ વઘ્યા
જામનગરમાં કુલ પોઝિટિવ આંક ૭૦૦ને પાર થઈ ગયો છે. હવે દર ચાર દિવસે ૧૦૦ કેસ નોંધાઈ રહ્યા છે. પ્રથમ કેસ તા. ૫-૪-૨૦૨૦ના નોંધાયો હતો અને તા. ૧૭-૬-૨૦૨૦ના કુલ ૧૦૦ કેસ થયા હતા એટલે કે ૭૪ દિવસે ૧૦૦ કેસની સંખ્યા થઈ હતી. ત્યાર પછી ૧૦૦ થી ૨૦૦નો આંક ૧૨ દિવસમાં થયો હતો. ૨૦૦ થી ૩૦૦નો ૧૦ દિવસમાં પછીમાં ૧૦૦નો વધારો થતા માત્ર ૬ દિવસ થયા હતા. અને કુલ સંખ્યા ૪૦૦એ પહોંચી હતી. આ પછી સાત દિવસમાં ૧૦૦ના વધારા સાથે કુલ સંખ્યા ૫૦૦થી થવા પામી હતી. જ્યારે ૫૦૦માંથી ૬૦૦નો કુલ આંક થતા માત્ર ૪ દિવસ અને પછીના ૧૦૦ કેસ માટે પણ માત્ર ચાર દિવસ લાગ્યા હતા. આમ કુલ ૧૧૬ દિવસમાં જામનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ આંક ૭૦૦ને પાર થયો છે.