ધારનાથ મહાદેવ મંદિરે યોજાયેલ મીટીંગમાં સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી હાજર રહ્યાં
રાજુલા નજીક આવેલ ડેમ પાસે આવેલ ધારનાથ મહાદેવના સાંનિધ્યમાં તેમજ ગુજરાત સરકારના કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાની ઉપસ્થિતિમાં તથા સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની હાજરીમાં રાજુલા ભા.જ.પ. પરિવાર દ્વારા ટીફીન મીટીંગનું આયોજન રાખવામાં આવેલ હતું.
આ ટીફીન મીટીંગમાં આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને બુથ લેવલની કામગીરી તથા જે-જે પ્રોગ્રામોની સફળતા કઈ રીતે થઈ શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી. આ ટીફીન મીટીંગ પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જીવનની પ્રેરણા લઈને કરવામાં આવે છે. પંડિતજી કહેતા જેના અન્ન ભેગા એના મન ભેગાને સાર્થક કરવા આ ટીફીન મીટીંગ રાખેલ હતી. જેમાં ભા.જ.પ. અમરેલી જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ તેમજ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ વલ્લકુભાઈ બોસ, કારોબારી ચેરમેન અરજણભાઈ વાઘ, મંત્રી ચેતનભાઈ શિયાળ તથા વિસ્તારક સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, બાબુભાઈ વાણીયા, શહેર ભા.જ.પ. પ્રમુખ મયુરદાદા તથા લાલભાઈ મકવાણા તથા દિલીપભાઈ જોષી તથા મહિલા મોરચાના ભાવનાબેન બાંભણીયા, વંદનાબેન મહેતા, પ્રવિણાબેન જાની, રેખાબેન ઉમઠ, માસુબેન બારૈયા, ‚પલબેન પંડયા, વિણાબેન માળી વિગેરે ઉપસ્થિત રહેલ હતા.