રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકા, જિલ્લામાં દરોડો: ૩.૨૧ લાખનો મુદામાલ કબ્જે
શ્રાવણીયા જુગારની મોસમ પૂર બહાર ચારે બાજુ ખીલી ઉઠી ત્યો પોલીસે રાજકોટ, જામનગર, અને જૂનાગઢ જીલ્લામાં ધમધમતા જૂગારધામ પર દરોડો પાડી સાત મહિલા સહિત ૯૨ જુગારીઓની ધરપકડ કરી રૂ.૨.૨૨ લાખનો મુદામાલ કબ્જે કરી સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળીયાના બંગલાવાડી શેરી નં.૨ મા રહેતા ગીતાબેન શાંતીલાલ ઉનડકટ નામની મહિલાના ઘરે જગાર રમતા હોવાની બાતમીના આધારે મહિલા પીએસઆઈ નીતાબા ઝાલાએ રેઈડ કરતા તીનપતીનો જુગાર ખેલતી ગીતાબેન શાંતીલાલ ઉનડકટ મુમતાઝબેન મહમદહુશેન, રીટાબા મહેન્દ્રસિંહ જાડેજા જયશ્રીબેન મણીલાલ સહિતનાને રોકડા ‚ા. ૮૬૦૦૦ સાથે ધરપકડ કરવામાં આવી છે.
ગોંડલ તાલુકાના પાટીદળ ગામે સીમમા જુગાર રમાતો હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી જુગટુ ખેલતા ભાવેશ રઘુભાઈ માનસુરીયા ,દિપક ગાંડુભાઈ પટેલ અને ભુખા દામજીભાઈ ટીબડીયા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ રૂ.૧૦૨૦૦ અને કાર મળી રૂ૩૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના વુલનમિલની ચાલી વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન ગોસમામદ અબ્દુલ રહેમાન ગફાર શેખ, અજય રમેશભાઈ પરમાર સહિત નવ શખ્સોને પકડી રોકડા સહિત રૂ.૩૦,૫૦૦ના મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે હનુમાન ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમવા બદલ પોલીસે મુકેશ દાનાભાઈ સહિત ત્રણ શખ્સોને પકડી પાડી ‚ા.૧૫૧૦ની રોકડ કબજે કર્યા હતા જયો દિગ્વિજય પ્લોટમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂ૧૦૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા અને ગોકુલનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા હોઈ તેને જોઈ ને ધરપકડ કરી રૂ૩૩૬૦ની મતા કબ્જે કરી હતી.
કાલાવડ તલુકાના ધનુધોરાજી ગામે રામાપીરના મંદિર પાસે જુગાર રમતા ગોવિંદ બેચરભાઈ સોંદરવા સહિત નવ શખ્સોને દરોડો દરમિયાન રોકડ રૂ૧૦૧૦૦ની માલમતા કબ્જે કરી હતી.
જયારે જામજોધપુર તાલુકાનાં બુટાવદર ગામે ખાનગી મકાનમાં બહારથી માણસોની બોલાવી જુગારધામ ચાલતો હોય તેની મળેલી બાતમીનાં આધારે તપાસ કરતા મેણશીભાઈ વિક્રમભાઈ ચંદ્રવાડીયા સહિત ચાર શખ્સોને પકડી પાડી રોકડ અને મોબાઈલ સહિત રૂ ૧૫૧૮૦ની મતા કબ્જે કરી હતી. અને મકાન માલીક નાસી જતા તેના વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં જુગારધામ ચાલતો હોય તેની બાતમી આર.આર.સેલની ટીમ મળી હતી. તે દરમીયાન જગ્યાએ તપાસ કરતાં નરેશભાઇ શાંતિલાલ સંધાણી, બહારથી માણસો બોલાવી ત્રિભોવનભાઇ મુળજીભાઇ કોરાડીયા, ચમનભાઇ ગાંડુભાઇ કોરાડીયા, મહેશભાઇ ઘોડાસરા સહીત કુલ ૭ શખ્સોની અટકાયત કરી રોકમ ‚પિયા ૭૩,૦૦૦ જપ્ત કર્યા હતા. જયારે વજેપર દલિતવાસમાં એ ડીવીઝનના સ્ટાફે દરોડા પાડતાં ખુશાલ હીરાભાઇ સોલંકી, કિશોર મગનભાઇ પાણીયા અને જયસુખ નાથાભાઇ ઝાલાને ઝડપી લઇને રોકડા ૨૦,૭૦૦ સહીત ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાલાલાના બામણાસાગીર ગામે આંકોલવાડી પોલીસે પેટ્રોલીંગ દરમીયાન હિતેષ ઘેલા કોળી સહીત ૧ર તથા જસાપુર ગીરના હમીર માધા સહીત ૧ર શખ્સોની ધરપકડ કરી રૂ ૧૨ હજાર રોકડા ધરપકડ કરી છે. જયારે ભાયાવદરમાંથી જાહેરમાં જુગાર રમતાં રાજેશ ડાયા મોઢવાડીયા, હુશેન, અમીન સહીત ૭ શખ્સોને રોકડ રૂ ૬૨૦૦ સહીત ઝડપી લઇ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જીલ્લામાં ૧૯ શકુનીઓ પકડાયા
જુનાગઢમાં જુગાર અને પ્રોહિબીશનની ક્રાઇવ ચાલી રહી હોય જે અતર્ંગત જુનાગઢ જીલ્લા પોલીસે ભેંસાણ કેશોદ અને જુનાગઢ તાલેકાના ચોકી ગામેથી ૧૯ શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ ૧૨૦૮૦ રોકડ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો તમામ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.