અનુ. જાનજાતિના આંદોલન અંગે સમાધાન કરાવવા દબાણ: ડે. કલેકટરને આવેદન
ધોરાજી તાલુકા રબારી યુવા સંગઠને જુનાગઢના રબારી યુવાનને થતા અન્યાય મુદ્દે ન્યાયિક તપાસ કરવા સહિતની માંગણી અંગે ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
જુનાગઢ ખાતે રબારી સમાજના યુવાન સંજય ડોસા ભાઈ હુણ ને તાજેતરમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા નું દરશાવી ને તેમને સારવાર અને ત્યાર બાદ તેમને જુનાગઢ નાં એક આશ્રમ માં કોરોનટાઈનડ કરેલ જયાં ફરજ પરનાં તબીબી સાથે સંજય ડોસા એ વાત કરતાં તબીબી એ જણાવ્યું હતું કે તેમને કોઈ તકલીફ જેવું છે જ નહી નહીં હોમ કોરોનટાઈનડ થવાની સરતે જઈ શકો છો પણ ત્યા હાજર પોલીસ જવાનો એ સંજય ડોસા ભાઈ ને જવા ની ના પાડી હતી સંજય ભાઈ પર અગાઉ ફોજદારી કાર્યવાહી ચાલું હોય જેમાં તેમને જામીન મળેલ છતાં પણ સંજય ભાઈ નાં જણાવ્યા પ્રમાણે તેમને જુનાગઢ નાં એસપી એ ધમકાવેલ અને એકાઉન્ટર સહીત ની ધમકી આપેલ હમણાં થોડા દિવસ પહેલાં અનુજનજાતી નાં પ્શ્રને રબારી સમાન નું આંદોલન ચાલતું હતું જેમાં નાં મયાનજર ભાઈ હુણે આત્મહત્યા કરી લીધી હતી
જે બાદ સમાજ નું આંદોલન ઉગ્ર બન્યુ હતું હાલ તે અંગે સરકાર સાથે આંદોલન અંગે સમાધાન કરાવવા માટે સંજય ભાઈ ને દબાણ કરતાં તે અંગે સંજય ભાઈ એ નાં પાડતાં સંજય ભાઈ ને કેશો માં ફીટ કરીને એકાઉન્ટર કરી નાંખવાની ધમકી આપ્યા બાદ હાલ સંજય ભાઈ ત્યાથી કોરોનટાઈનડ સેન્ટર થી પોતાની રીતે નીકળી ગયેલ છે આ બાબતે ધોરાજી તાલુકા રબારી સમાજના યુવા સંગઠન ની માંગણી છે કે સંજય ભાઈ ને ખરેખર ખોટી રીતે હેરાન કરતાં હોય તો ન્યાયિક તપાસ કરવા માં આવે તે બાબતે આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ હતું.