આઠ દિવસમાં પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર વધારો
ઉપલેટામાં કુલ ૭૯ કેસ નોંધાયા, બેના મોત, પ૧ રીકવર, ર૭ દર્દીઓ સારવારમાં
ગઇકાલે શહેરમાં જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ એક જ દિવસમાં સાત કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ફફડી ઉઠયું હતું. તેમાં પાનેલી ગામે રહેતા પોલીસમેનને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.
શહેરમાં છેલ્લા આઠ દિવસમાં કોરોના પોઝિટીવના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. ગઇકાલે પાનેલીના પોલીસમેન સહિત સાત લોકોનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું હતું. શહિદાબેન વાહિદભાઇ રહે. સ્મશાન રોડ (ઉ.વ.,૪૫), કસીક સાગરભાઇ વઘવા (ઉ.વ.રર) રહે. તરવ રોડ, સોનલબેન ચંદ્રવાડિયા (ઉ.વ.૩પ) શાસ્ત્રીનગર સોસાયટી, સલમાબેન એસ. મકડી (ઉ.વ.પ૦) મોભી ફરીયા, દિલીપ ભોવાન વેગડા (ઉ.વ.૬૨) રહે. વર્ધમાન નગર, સુરેશભાઇ ગોહેલ (ઉ.વ.૫૫) કૃષ્ણનગર તેમજ પાનેલીમાં રહેતા પોલીસમેન યાસીનભાઇ બુખારી (ઉ.વ.ર૯) રહે લીમડા ચોક સહીત સાત વ્યકિતને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સાથે કોરોનાના કુલ ૭૯ કેસ કેસ નોંધાયા છ. જયારે બે વ્યકિતના મૃત્યુ થવા પામેલ છે. હાલમાં ર૭ લોકોને સારવાર અપાઇ રહી છે. જયારે પ૧ લોકો સાજા થઇ જતા રજા અપાઇ છે. છેલ્લા આઠ દિવસમાં કેસમાં નોંધ પાત્ર વધારો થતા આરોગ્ય વિભાગ ચોકી ઉઠયુઁ હતું લોકોને કામ કામ વગર બહાર ન નિકળવા અને સંક્રમિત લોકોના સંપર્કમાં ન આવવા અપીલ કરાઇ છે.