પૂ. વ્રજરાજકુમારજીની પ્રેરણાથી શરુ થયેલા વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશનના સેવા સંકલ્પ અનુસંધાને ૧ લાખથી વધુ લોકોને સહાય અપાઇ છે. જેમાં જરૂરતમંદોને રાશન કિટ, ભોજનનું વિતરણ, માસ્ક, સેનેટાઇઝર તેમજ કોરોના વોરિયર્સને હેલ્થ કિટ આપી વિશ્ર્વના ૮ દેશોમાં સેવા સંપલ્પ અભિયાન કાર્યશ્રત કરાયું હતું
વિશ્ર્વભરમા ભયાવહ નોવલ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીથી સામાન્ય માણસ તેની અસરોથી વંચીત રહ્યો ન હતો અને એ મહામારીને નાથવાના પ્રયાસ સ્વરૂપે ભારત સાથે અનેક દેશોએ સંપુર્ણ લોકડાઉન ઘોષીત કર્યુ જેના પરીણામે જીવનની તમામ આર્થિક તથા વ્યવસાયીક ગતિવિધીઓ પર અસામાન્ય બ્રેક વાગી અને એની વિધી અસર સામાન્ય માણસના વર્તમાન તથા ભવિષ્ય પર વર્તાઇ
એવા સમયે વિશ્વભરના વૈષ્ણવ સમાજ વતી આવા વૈશ્ર્વીક આપદાના સમયમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઓર્ગેનાઇઝેશન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વૈષ્ણવ સંપ્રદાયનું પ્રતિનિધીત્વ કરીને વિશ્ર્વના ૮ દેશોમાં સેવા સંકલ્પ અભિયાનને કાર્યરત કર્યુ વિવિધ પ્રકલ્પ જેમાં ૭૬ લાખની સહાય – પી.એમ. કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં પ્રદાન કરવામાં આવી, ગુજરાતના રપ હજારથી પણ વધુ પરિવાર સુધી અનાજ કીટસ પહોચાડવામાં આવી, ૧ લાખથી વધુ માસ્કનું રાજયભરમાં વિતરણ હાથ ધરાયું, ૩પ હજારથી પણ વધુ સેનેટાઇઝર, રપ હજારથી વધુ હેલ્થ કીટસ કોરોના વોરીયર્સને આપવામાં આવી જેમાં પોલીસ કર્મીઓ, પેરામેડીકલ સ્ટાફ, સફાઇ કામદારો, પ્રેસ-મીડીયા જગતના પ્રતિનિધીઓનો સમાવેશ થાય છે, પ૦૦૦ થી પણ વધુ વંચીતોને એમ મહીના અર્થે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, રપ૦ થી ૩૦૦ દિવ્યાંગજનોને એક મહીના સુધી સઁપૂર્ણ ભોજન વ્યવસ્થા હાથ ધરવામાં આવી, ૬૦૦ થી ૭૫૦ બ્રાહ્મણોને અન્નદાન તેમજ રૂા. ૨.૫૩ લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી, રપ૦ જરૂરતમંદ કલાકારોને રૂ. ૪.૪૧ લાખ ની આર્થિક સહાય આપવામાં આવી, ૧પ૦ થી ર૦૦ રેલવે કુલીને અનાજની કીટસ પ્રદાન કરવામાં આવી, રપ૦ થી ૩૦૦ ઓપો રીક્ષા ચાલકોને અનાજ કીટસની સહાય પ્રદાન કરવામાં આવી, પ૦૦ થી વધુ વિધવા બહેનોને જીવન જરૂરી અનાજનું સતત વિતરણ કાર્યરત છે, યુ.કે. સ્થિત પેરામેડીકલ સ્ટાફ તથા જરુરીયાત મંદોને રોજ પ૦૦૦ થી પણ વધુ ગરમ ભોજનની વ્યવસ્થા, યુ.એસ.એ. ખાતે ર૦૦૦ થી પણ વધુ જરુરીયાત ધરાવતા સામાન્ય જનને ભોજન, જીવન જરૂરી વસ્તુઓની કીટસ પ્રદાન કરવામાં આવી., આફ્રિકા સ્થિત કીસુમુ ખાતે પ૦૦૦ થી પણ વધુ જરુરીયાત ધરાવતા પરીવારોને અનાજની કીટ ઘરનો જરુરી સામાન્ય, ફળ, બિસ્કીટ, મેટ્રેસ ઇત્યાદી સામગ્રી પ્રદાન કરવામાં આવી.
ઓસ્ટ્રેલીયા સ્થિત રપ૦ થી વધુ સ્ટુડન્ટસ તથા જરુરીયાત મંદ લોકોને જીવન જરુરી ખાદ્ય સામગ્રીની કીટ, સ્ટુડન્ટસને ઘર વપરાશની સામગ્રી પ્રદાન કરવામાં આવી છે.
રપ હજારથી વધુ લોકોને અનાજ કિટ, જરૂરત મંદોને ભોજન, કોરોના વોરિયર્સને હેલ્થ કિટ, માસ્ક સેનેટાઇઝરનું વિતરણ સહિતના સેવા પ્રકલ્પો હાથ ધરાયાં